મહારાષ્ટ્રના બીડમાં બસ અકસ્માતમાં 9 પ્રવાસીના મોત

Jun 11, 2017 10:05 AM IST | Updated on: Jun 11, 2017 10:05 AM IST

મહારાષ્ટ્રના બીડમાં એક બસ દુર્ઘટનામાં 9 પ્રવાસીના મોત થયા છે. બસ મહારાષ્ટ્રના પુના શહેરથી લાતુર જઇ રહી હતી. અકસ્માત સવારે 5.30 કલાકે થયો હતો. બસ ધનોરા ગામ નજીક પહોંચી ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. જો કે દુર્ઘટના કઇ રીતે થઇ તે અંગે હજુ વિગતો મળી નથી. પ્રાથમિક દ્રષ્ટીએ ઓવર સ્પીડમાં હોવાના કારણે ડ્રાઇવર બસ કન્ટ્રોલ ન કરી ન શક્યો હોવાને કારણે તે 100 ફીટ ઉંડી ખીણમાં પડી હોવાનું મનાય છે.

અકસ્માતની મળતી જાણકારી અનુસાર પોલીસ સ્થળ પર પહોચી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બસના કાચ તુટી ગયા છે. જો કે બસની હાલત જોતા લાગે છે કે સીધી ટક્કર અન્ય કોઇ વાહનથી થઇ હોવી જોઇએ.

મહારાષ્ટ્રના બીડમાં બસ અકસ્માતમાં 9 પ્રવાસીના મોત

સુચવેલા સમાચાર