મહારાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ, સરકારે દેવું માફ કરવાની કરી જાહેરાત

Jun 11, 2017 07:58 PM IST | Updated on: Jun 11, 2017 07:58 PM IST

રાજ્ય સરકારના રવિવારે દેવા માફીની જાહેરાત પછી મહારાષ્ટ્રના ખેડૂતોએ પોતાનું આંદોલન સમેટી લીધુ છે. ખેડૂતોએ લીધેલી લોન અને તેનું વ્યાજ માફ કરી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે,મહારાષ્ટ્ર સરકારે દેવા માફીનો નીર્ણય ખેડૂતોના વિરોધ પ્રદર્શનના 11મા દિવસે લીધો છે.

રવિવારે સુકાણુ ખેડૂત કમિટીની કોર ગ્રુપ અને રાજ્ય સરકાર તરફથી ગઠિત મંત્રી સમુહની બેઠક થઇ હતી. જો કે કમીટીના અહેમ સદસ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

મહારાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ, સરકારે દેવું માફ કરવાની કરી જાહેરાત

આ બેઠકમાં સુકાણુ કમીટીએ માંગ કરી કે રાજ્ય સરકાર 5 એકર જમીન સુધીના ખેડૂતોનું દેવું સંપુર્ણ માફ કરે, સ્વામીનાધન આયોગની સિફારીશ લાગુ કરે, દુધની કિંમત વધારે અને આંદોલનકારી ખેડૂતો પર કરાયેલા કેસ પાછા ખેચે.

મંત્રીઓની કમિટીએ ખેડૂતોની લગભગ બધી માગો માની લીધી છે. સરકારે કહ્યુ કે ખેડૂતોનું દેવું માફ કરાશે. સુકાણુ કમિટીએ સરકારએ સરકારને પોતાનું આશ્વાસન પુરુ કરવા 25 જુલાઇ સુધીનો સમય આપ્યો છે. આજે નિર્ણય પછી આખા મહારાષ્ટ્ર્ના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

નોધનીય છે કે સીએમ ફડણવીસે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે 31 ઓક્ટોમ્બર પહેલા દેવા માફીની આધીકારીક જાહેરાત કરી દેવાશે.

સુચવેલા સમાચાર