એપ્પલના સીઇઓ કુકએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, સાત લાખ નોકરીઓની સંભાવના

Jun 26, 2017 06:01 PM IST | Updated on: Jun 26, 2017 06:01 PM IST

એપ્પલના સીઇઓ ટિમ કુકએ વોશિંગ્ટનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના સુત્રોના હવાલાથી જાણવા મળતી વિગત મુજબ કુકએ પીએમ મોદીને બેગલુરુમાં એપ્પલ આઇફોન પ્રોડક્શનની પ્રગતિને લઇ માહિતગાર કર્યા હતા. નોધનીય છે કે, એપ્પલ બેગલુરુમાં પોતાનો પહેલો ઇન્ડિયા મેડ આઇફોન બનાવી રહ્યુ છે.

કુક-મોદી વચ્ચે આઇફોન એસ પર વાતચીત

એપ્પલના સીઇઓ કુકએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, સાત લાખ નોકરીઓની સંભાવના

કુકએ મોદીને જણાવ્યુ કે કંપનીમાં ગત મહિને બેગલુરુમાં આઇફોનનું ઉત્પાદન શરુ કરાયુ છે. કુક અને મોદીની આ મુલાકાતમાં ભારતમાં બનનાર આઇફોનને લઇ વાતચીત થઇ. આઇફોન એસઇ, આઇફોન સીરીજનો સ્માર્ટફોન છે. જેની કિંમત રૂ.30 હજારથી વધુ હશે.

740,000 નોકરીઓ નવી ઉત્પન થવાની સંભાવના

કુકએ મોદીને જણાવ્યું કે એપ્પલના ઉત્પાદનને કારણે ભારતમાં 740,000નોકરીઓ ઉત્પન્ન થશે. તેણે કહ્યુ એપ્પલ સ્ટોર માટે ભારતીય ડેવલપર્સે લગભગ 100,000 એપ્સ બનાવ્યા છે. જેનાથી વર્ષ 2016માં સૌથી વધુ 57 ટકા ગ્રોથ જોવા મળ્યો છે.

કેમ મહત્વની છે કુક અને મોદીની મુલાકાત

નોધનીય છે કે દુનિયામાં સ્માર્ટફોનમાં ગ્રોથ જોવા મળે છે. ભારતીય સ્માર્ટફોન બજારમાં અત્યારે સેમસંગ મજબુત પકડ છે, એપ્પલ સેમસંગને પછાડીને ભારતીય સ્માર્ટફોન બજાર પર કબજો કરવા ઇચ્છે છે. જેને લઇ ગત વર્ષે કુકએ ભારતમાં એપ્પલ આઇફોનનું ઉત્પાદનની જાહેરાત કરી હતી.

કુક સાથે પીએમ મોદીએ અમેરિકાના ઘણા મોટીકંપનીના સીઇઓ સાથે મુલાકાત કરી છે. જેમાં માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, ગુગલના સુંદર પિંચાઇ, સિસ્કોના જોન ચેબર્સ અને અમેજનના જેક બેજોસ સામેલ હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર