એપ્રિલમાં જિયોની 4જી સ્પીડ સૌથી તેજઃTRAI

Jun 05, 2017 03:22 PM IST | Updated on: Jun 05, 2017 03:22 PM IST

નવી દિલ્હીઃટેલીકોમ કંપની રિલાયન્સ જિયોના નેટવર્ક પર એપ્રિલમાં સૌથી તેજ 4જી ડાઉનલોડ સ્પીડ નોધવામાં આવી છે. ટેલીકોમ રેગુલેટરી ઓતોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઇ)ના તાજા રિપોર્ટ મુજબ આ અત્યાર સુધીની સૌથી વધુ 19.12 મેગાબાઇટ પ્રતિ સેકંડ(એમબીપીએસ) રહી છે.

ટ્રાઇ પોતાની હાઇસ્પીડ એપની મદદથી ડાઉનલોડ સ્પીડનો ડાટા એકઠો કરે છે અને તેનું આકલન કરે છે. આ ડાટા કલેક્શન રિયલ ટાઇમ સ્પીડના આધાર પર કરાય છે. આમ ભાષામાં કોઇ યુજર 16 એમબીપીએસની સ્પીડ પર પાંચ મિનિટમાં એક આમ બોલીવુડ ફિલ્મ ડાઉનલોડ કરી શકે છે.

એપ્રિલમાં જિયોની 4જી સ્પીડ સૌથી તેજઃTRAI

આ રિપોર્ટ અનુસાર એપ્રિલમાં જિયોની સ્પીડ 19.12 એમબીપીએસ રહી, જે તેની ગત મહીનાની 18.48 એમબીપીએસની સ્પીડ કરતા પણ વધુ સારી હતી. આ લગાતાર ચૌથા મહિનો છે જેમાં જિયો સૌથી ઉપર રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, એપ્રિલમાં આઇડિયા સેલ્યુલરના નેટવર્ક પર 13.70એમબીપીએસ અને વોડાફોન ઇન્ડિયા નેટવર્ક પર 13.38 એમબીપીએસની સ્પીડ નોધાઇ હતી. જ્યારે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતીય એયરટેલની એપ્રિલની ડાઉનલોડ સ્પીડ 10.15 એમબીપીએસ રહી છે.

સુચવેલા સમાચાર