હાર્વર્ડમાં ઝકરબર્ગે કહી એવી 10 વાત જે આપણી જીંદગી બદલી શકે છે!

May 26, 2017 01:55 PM IST | Updated on: May 26, 2017 01:55 PM IST

કોલેજ ડ્રોપ આઉટ માર્ક ઝકરબ્રગને 12 વર્ષ પછી હાર્વર્ડ યૂનિવર્સિટીએ ડિગ્રી આપી છે. ઝકરબર્ગ આજ યુનિવર્સીટીમાં 2004ની બેચમાં સ્ટુડન્ટ હતો અને ફેસબુક ડેવલપ કરવા માટે તેણે ભણતર છોડ્યુ.

તેણે યુનિવર્સિટી હોસ્ટલમાં સોશિયલ નેટવર્કિગ સાઇટ ફેસબુક બનાવી.2005માં કંપની કેલિફોર્નિયા શિફ્ટ થતા તેણે ભણતર છોડી દીધુ હતું.

હાર્વર્ડમાં ઝકરબર્ગે કહી એવી 10 વાત જે આપણી જીંદગી બદલી શકે છે!

ઝકરબર્ગએ ગુરુવારે દીક્ષાંત સમારોહ દરમિયાન સ્પીચ આપી..જાણો તેમણે કહેલા 10 મહત્વની વાતો

1. હાર્વર્ડમાં પ્રિસિલાથી મળવું મારી યાદગાર પલ છે. મેં પ્રૈફ વેબસાઇટ ફેસમૈશ બનાવી હતી અને એડમિનિસ્ટ્રેટિવ બોર્ડ મને મળવા માગતુ હતું. દરેકને લાગ્યુ કે મને બહાર કાઢી મુકાશે. મારા માતાપિતા સામાન પેક કરાવવા અહી આવી ગયા હતા. મારા મિત્રોએ ફેયરવેલ પાર્ટી પણ આપી દીધી હતી. મારુ નસીબ સારુ હતું કે તે પાર્ટીમાં પ્રિસિલા પણ હાજર હતી. હોસ્ટલના બાથરૂમ પાસે અમારી મુલાકાત થઇ. હુ પ્રિસિલા તરફ નમ્યો અને કહ્યુ મને ત્રણ દિવસમાં કોલેજથી કાઢી મુકાશે એટલે આપણે જલદી ડેટ પર જવું જોઇએ

2. આઇડિયા કામ કરો તેમ આવે છે. જો શરૂઆત પહેલા મને ખબર હોય કે હું સૌને કનેક્ટ કરીશ તો કદાચ હું ફેસબુક બનાવી ન શક્યો હોત.

3. આપણી સિસ્ટમાં કેટલુક ખોટુ છે. એટલું જ કહુ છું બિઝનેસ એકલા જ શરૂ કરો.

4. આજના યુવાઓ સામે સોશ્યલ કોન્ટ્રેક્ટ ડિફાઇન કરવાનું લક્ષ્ય છે.

5. આપણે યુનિવર્સલ બેસિક ઇન્કમ જેવા આઇડિયા વિચારવાની જરૂર છે. જેથી દરેક નવા આઇડિયા પર કામ કરી શકે.

6. આજની જનરેશન સામે ચુનોતી એ છે કે એવી દુનિયા બનાવો જેને દરેક કોઇ ઉદેશ્ય સમજી શકે.

7. મારી એક પસંદગીની વાર્તા છે. એકવાર જોન એફ કેનેડી નાસા સ્પેસ સેટર જાય છે. તે ચોકીદારને ઝાડુ લઇ જતા જુવો છે અને તેને પુછે છે તે શું કરી રહ્યો છે. ચોકીદારે જવાબ આપ્યો, મિસ્ટર પ્રેસિડેટ,હું માણસને ચાંદ પર પહોચાડવામાં મદદ કરુ છું.

8. કેટલાક વર્ષ પહેલા ઘણી કંપની અમને ખરીદવા માગતી હતી પરંતુ મે આ ન વેચી, હું વધુથી વધુ લોકોને કનેક્ટ કરવા માગુ છું. અમે પહેલીવાર ન્યુઝ ફીડ પર કામ કરીએ છીએ. અમે આ લોન્ચ કરી દીધુ તો દુનિયાને જોવાને નજરીયો બદલાઇ જશે.

9. અત્યારના યુવાઓ નોકરીને લઇ ચીતિત છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર અને ટ્રક જેવી ઓટોમેશન ટેકનોલોજી આવાથી લાખો લોકો સામે નોકરીનું સંકટ ઉભુ થયું છે. પરંતુ આપણે એકસાથે મળી ઘણુબધુ કરી શકવા સક્ષમ છીએ.

10. બદલાવ નાની જગ્યાઓથી શરૂ થાય છે.વૈશ્વિક બદલાવ પણ કોઇ સમયે નાના જ હોય છે. આ આપણા જેવા લોકોના પ્રયાસને લીધે શક્ય છે.

સુચવેલા સમાચાર