અમદાવાદ સહિત 11 શહેરોમાં 2 કલાકમાં જ મોબાઇલ અને સિમકાર્ડની મળશે હોમ ડિલેવરી

Apr 30, 2017 01:52 PM IST | Updated on: Apr 30, 2017 01:52 PM IST

વેબ અને એપ બેસ્ટ એગ્રીગેટર પ્લેટફોર્મ 10Digi મે મહિનામાં નવી સર્વિસ દેશના 11 શહેરોમાં લોન્ચ કરી રહી છે. કંપની ઓર્ડર મળ્યાના બે જ કલાકમાં સિમાકાર્ડ, ડેટા કાર્ડ ,ડોગલ અને મોબાઇલ ફોન કસ્ટમર્સ સુધી પહોચાડવાનો દાવો કરે છે.

10Digiના કો-ફાઉન્ડર અને જનરલ મેનેજર ઓજૈર યાસિનને કહેવું છે કે દિલ્લી-એનસીઆરમાં સર્વિસ લોન્ચ કર્યા પછી અમારી યોજના દેશના 11 મોટા શહેરોને સામેલ કરવાની છે. મે મહિનામાં 11 મોટા શહેરોમાં લોન્ચ કરાશે. જેમાં મુંબઇ, લખનઉ, ચંદીગઢ, જયપુર, બેગલુરુ,અમદાવાદ, હૈદરાબાદ, અને ઇન્દ્રોર પ્રમુખ શહેરોનો સમાવેશ છે.

અમદાવાદ સહિત 11 શહેરોમાં 2 કલાકમાં જ મોબાઇલ અને સિમકાર્ડની મળશે હોમ ડિલેવરી

કંપની વિસ્તારમાં 11 શહેરોમાં સેવા પુરી પાડવા 2.5 કરોડ રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાશે. કંપની લગભગ 2500 કર્મચારીઓની ભરતી કરશે અને સાથે પેરેટ કંપની સોફ્ટ એજના કર્મચારીઓની મદદ પણ લેશે.

તેમણે કહ્યુ અમારુ લક્ષ્ય દેશના 650 શહેરોમાં સિમકાર્ડ, ડાટા કાર્ડ, ડોગલ અને મોબાઇલ ફોન કસ્ટમર્સને 2 કલાકમાં જ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. જે આ વર્ષના અંત સુધીમાં અમે સંપુર્ણ રીતે શરૂ કરી દઇશું. જેને અમે 15 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે શરુ કરીશું અને 17500 કર્મચારીની ભરતી કરીશું. તેમણે કહ્યુ એમે 2 કલાકમાં જ સર્વિસ પુરી પાડી શકીએ તેવા પ્રયાસો કરી રહ્યા છીએ.

10Digiએ ગત ડિસેમ્બરમાં 500 મોબાઇલ રિટેલર્સની ભર્તી કરી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પોતાની સેવા શરૂ કરવાની ઘોષણા કરી હતી.

કંપની ડાટા કાર્ડ, ડોગલ અને સિમકાર્ડ ગ્રાહકો સુધી પહોચાડે છે. અને કોઇ ફીસ પણ લેતી નથી. ઉપરાંત કંપની મોબાઇલ નંબર પોર્ટેબિલિટી, રીચાર્જ અને બીલ ભરવા સહિતની સર્વિસ આપે છે.

કંપની ટેલીકોમ કંપનીઓ વોડાફોન, આઇડિયા અને ટાટા સાથે સર્વિસ પહોચાડવાના કરાર કરી ચુકી છે.

સુચવેલા સમાચાર