બાંદીપોરાઃCRPF કેમ્પ પર કબ્જો કરવા આવ્યા હતા આતંકીઃરાજનાથ

Jun 05, 2017 04:13 PM IST | Updated on: Jun 05, 2017 04:13 PM IST

ગૃહમંત્રી રાજનાથસિંહએ આજે જમ્મુ-કશ્મીરમાં વહેલી સવારે જમ્મુ-કશ્મીરમાં સીઆરપીએફના એક કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવાવાળા આતંકવાદિયોનો ઇરાદો લાંબો સમય સુધી કબ્જો કરી રાખી અને મોટુ નુકશાન કરવાનો હતો.

બાંદીપોર જિલ્લામાં સીઆરપીએફના સુમ્બલ શિવિર પર ચાર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો તે અંગે વિગતો આપતા સિંહએ કહ્યુ કે હથિયારો સાથે આવેલા આત્મઘાતી આતંકવાદી અર્ધસૈનિક શિબિરની સુરક્ષાને ભેદવાના ઇરાદે ત્યા પહોચ્યા હતા.

બાંદીપોરાઃCRPF કેમ્પ પર કબ્જો કરવા આવ્યા હતા આતંકીઃરાજનાથ

તેમણે એક નિવેદનમાં કહ્યુ કે આતંકવાદી સ્વચાલિત રાયફલો, ગ્રેનેડ જેવા ભારે હથિયારો સાથે તૈયાર થઇ આવ્યા હતા અને તેમણે પેટ્રોલ અને ફુડ પેકેટ જેવી સામગ્રી પણ સાથે રાખી હતી જેથી લાગે છે કે આતંકવાદીઓનો ઇરાદો લાંબા સમય સુધી કેમ્પ પર કબજો કરી ભારે નુકશાન કરવાનો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર