તમારા માટે એક વાર ફરી ખુલ્યા બિગ બોસના ઘરના દરવાજા, આવી રીતે કરો એન્ટ્રી

Jun 11, 2017 11:55 AM IST | Updated on: Jun 11, 2017 11:55 AM IST

જો તમે બિગ બોસ સીજન 10માં ભાગ લેવાથી ચુકી ગયા છો તે તમારી પાસે ફરી એક મોકો છે. બિગ બોસના ઘમાં એન્ટ્રી લેવા માટેનો. બીગબોસની સીજન 11ની જાહેરાત થઇ ચુકી છે.

હાલમાં કલર્સ ચેનલના સીઇઓ રાજ નાયકે ટ્વિટ કરી એક વીડિયો શેયર કર્યો જેમાં એ કન્ફર્મ થઇ ગયુ કે બિગ બોસ સીજન 11 જલ્દી આવનારી છે. અને આ વખતે સલમાન ખાન જ તેને હોસ્ટ કરવાના છે. બિગબોસની આ સાતમી સીજન છે જેને સલમાન મેજબાની કરી રહ્યા છે.

તમારા માટે એક વાર ફરી ખુલ્યા બિગ બોસના ઘરના દરવાજા, આવી રીતે કરો એન્ટ્રી

આટલુ જ નહી રાજ નાયકે ટ્વીટ કરી પુષ્ટી કરી કે ગત સીજનની જેમ શો મા આવખતે સામાન્ય વ્યક્તિઓ પણ ભાગ લેશે, જો કે સીજન 10મી અડધા સેલિબ્રીટી અને આડધા ઇન્ડિયા વાળા હશે એ વાતની પુષ્ટી નથી કરાઇ.

કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન

રાજ નાયકે જે વીડિયો ટ્વીટ કર્યો તેમાં અંતમાં બતાવ્યુ કે શો મા એન્ટ્રી માટે તમારે શુ કરવું પડશે. શો મા રજીસ્ટ્રેશન માટે તમારે વુટ((VOOT) એપ ડાઉનલોડ કરવી પડશે અને પોતાનો એક વીડિયો અપલોડ કરવો પડશે. જો કે વીડિયો કેટલો મોટો હશે તે નથી કહેહવાયું. જો કે ગત સીજનમાં લોકોને 3 મીનિટનો વીડિયો અપલોડ કરવા કહેવાયું હતું.

સુચવેલા સમાચાર