ઓએનજીસી દેશની આ ત્રીજા નંબરની સૌથી મોટી ઇધણ ખુદરા કંપનીને ખરીદવા ઇચ્છે છે...

Jun 11, 2017 07:46 PM IST | Updated on: Jun 11, 2017 07:46 PM IST

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોરપોરેશન (ઓએનજીસી) દેશની ત્રીજા નંબરની મોટી ઇધણ ખુદરા કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ(એચપીસીએલ)ને 42,252 કરોડ રૂપિયામાં ખરીદવા તૈયારી દર્શાવી છે. કેમ કે તેને ભારત પેટ્રોલિયમ(બીપીસીએલ)ને ખરીદવું ઘણું મોઘુ લાગે છે.

તમને જણાવી દઇએ કે નાણામંત્રી અરૂણ જેટલીએ એકીકૃત તેલ કંપની બનાવવાની બજેટમાં જાહેરાત કરી હતી. તે પછી ઓએનજીસીએ એચપીસીએલ કે બીપીસીએલમાંથી કોઇ એક કંપની ખરીદવાના વિકલ્પ પર વિચાર કર્યો હતો. આ બંને કંપનીઓ દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ખુદરા કારોબાર કરે છે.

ઓએનજીસી દેશની આ ત્રીજા નંબરની સૌથી મોટી ઇધણ ખુદરા કંપનીને ખરીદવા ઇચ્છે છે...

જાણકારો અનુસાર ઓએનજીસી માટે ઉપરોક્ત બંને કંપનીમાંથી કોઇ એક કંપનીને ખરીદવા મહત્વપુર્ણ છે. પરંતુ ઓએનજીસી અનુસાર બીપીસીએલને ખીદવા ઘણી મોઘો સોદો છે. બીપીસીએલ દેશની બીજા નંબરની મોટી ઇધણ ખુદરા કંપની છે. બીપીસીએલનું બજાર 1,01,738 કરોડ રૂપિયા છે. જેમાં સરકારની 54.93 ટકા ભાગીદારીનો મતલબ 55,885 રૂપિયાનો ખર્ચ.

સુત્રો અનુસાર આને ધ્યાનમાં રાખી ઓએનજીસીએ એચપીસીએલને ખીદવાના પક્ષમાં છે. એચપીસીએલનું બજાર મુલ્ય 54,797 કરોડ રૂપિયા છે. જેમાં સરકારની 51.11 ટકા ભાગીદાર ખીદવા પર 28006 કરોડ રુપિયાનો ખર્ચ આવે છે. ઓપન પેશકશ માટે 14.000 કરોડ રૂપિયાના વધારીની રકમની જરૂર પડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર