અવાજમાં હતી મોરલીની મીઠાશ,સામાન્ય પરિવારનો અનમોલ કેવી રીતે બન્યો રતન જાણો

May 01, 2017 06:15 PM IST | Updated on: May 01, 2017 06:17 PM IST

ગુજરાતનો આજે સ્થાપના દિવસ અને આજ દિવસ પર ગુજરાતને મળ્યો છે અનમોલ રતન. સિક્યોરીટી ગાર્ડનું કામ કરતો રતન આજે ગુજરાતનો રતન બની ગયો છે.ઈટીવીના સ્ટુડિયોમાં જ્યારે રતન આવ્યો ત્યારે તેણે પોતાની સંઘર્ષ કથા કહી હતી. એક નાનકડા પછાત જિલ્લાનો આ સિતારો આજે ગુજરાતનો લોકપ્રિય ચહેરો બની ગયો છે. રતનના અવાજમાં મોરલીની મીઠાસ છે.

anmol ratan

આ નાનકડા ગામના યુવાન પાસે કુદરતની એક અનોખી બક્ષીસ હતી અને તે હતો તેનો અવાજ...રતનના અવાજમાં મોરલીની મીઠાસ હતી. જેમ મોરલી વાગે ત્યારે આપણે પણ એક મગ્ન થઇ સાંભળીએ છીએ તેમ આ રતનના કંઠેથી ગવાતા ગીત સાંભળવું આપણે ગમી જતું હોય છે. ત્યારે આ રતનના મીઠાસ ભર્યા સુરને ગુજરાતીઓ સુધી પહોચાડી તેની પ્રતિભાને ઉજાગર કરવામાં રતનના જ ત્રણ મિત્રોનું મોટુ યોગદાન રહ્યું છે. આ ત્રણ મિત્રો છે. દેવભાઇ રામાનુજ જે બાવળાની બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. બીજા છે મયુરભાઇ દેવ મુરારી જે બાવળાના ફરસાણના વેપારી છે. અને ત્રીજા છે ધીમીરભાઇ પીપાવત જે ફિલ્મમાં પ્રોડ્યુસર છે. જેમણે અનમોલને રતન બનાવી તેની પ્રતિભાને આપણા સૌ સુધી પહોચાડી છે.

ધીરીમભાઇએ રતનના કોકીલકંઠીલા સ્વરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ આજે ન્યુઝ18ઇટીવી સમક્ષ અમે અનમોલ રતનની પ્રતિભાને ઘરે ઘરે પહોચાડી હતી. અનમોલના ચાહકોનો મોટો સમુહ પણ જોવા મળ્યો હતો.

સામાન્ય પરિવારનો અનમોલ કેવી રીતે બન્યો રતન જાણો

ગુજરાત સ્થાપના દિવસે જ ગુજરાતને ગૌરવ અપાવનારો મીઠા સ્વરની કુદરતે જેણે બક્ષીસ આપેલી છે જેની વખાણ કરતા જાણીતા કલાકાર ફરીદા મીર પણ થાકતા નથી. તે અનમોલ રતનનું વતન મહિસાગર જિલ્લાનું બાલાસીનોર ગામ છે. અહી જ તે પોતાની માતા અને ભાઇ સાથે રહો તો હતો. બે મહિના પહેલા જ રોજીરોટીની શોધમાં તેણે ઘર છોડ્યુ હતું. અને અમદાવાદમાં તેણે સિક્યોરીટીની નોકરી શરૂ કરી હતી. પરંતુ નસીબ તેની સાથે હતું અને તેનો અવાજ તેનું કિસ્મત બન્યુ છે. જેમાં તેના ત્રણ મિત્રોએ તેની પ્રતિભાને લોકો સુધી પહોચાડી છે.

anmol

ઇટીવી ન્યુઝ18ના સ્ટુડિયોમાં રતન...

અનમોલ રતનને સાઁભળવા તત્પર બે ચાર નહીં લાખો ગુજરાતીઓએ ફોન કર્યા અને બસ ફોન લાઈન ચાલું કરતાંની સાથે  LIVE કાર્યક્રમ દરમિયાન કેટલાંક રડી પડ્યા.તો કેટલાંકે આપ્યા અનમોલ  રતનને  લાખો આશીર્વાદ. 1 કલાક ચાલેલાં આ LIVE કાર્યક્રમને જોતાં જ જાણીતાં ગાયક ફરીદા મીર પણ અમારી સાથે જોડાયા અને તરત જ પોતાની અભિવ્યક્તિ દર્શકો સામે કહી.

અનમોલનો પુન જન્મ, ફરિદા મીરે કાપી કેક આપ્યું આમંત્રણ

કલાને કલાકાર જ સમજી શકે છે આ વાત સાથે ફરીદા મીરે અનમોલ રતનને કાર્યક્રમ દરમિયાન જ વધાવી લીધો અને કાર્યક્રમ બાદ સીધાં જ ઈટીવીના સ્ટુડિયો પહોંચવાનો વાયદો કર્યો.ફરીદા મીરે ઈટીવીના આંગણે આવ્યા અને અનમોલ રતનને જોતાં હર્ષના આંસુ સાથે તેમણે અનમોલ રતનને પોતાના ડાયરામાં આવવા માટે નિમંત્રણ આપ્યુ. ઈટીવીએ પણ રતનના આ દિવસને ગુજરાતના સ્થાપના દિવસ સાથે તેનો નવો જન્મદિવસ ગણાવ્યો.

અને ફરીદા મીરે આપ્યું અનમોલ રતનનું બિરુદ

કલાકારોને સારું પ્લેટફોર્મ આપવા ઈટીવીએ પોતાના સામાજિક જવાબદારી નિભાવી જ્યારે ફરીદા મીર જેટલાં દિલદાર અને ઉમદા વ્યક્તિત્વએ આ રતનને આપ્યું અનમોલ રતનનું બિરુદ.

સુચવેલા સમાચાર