JEE Advanced 2017 નું પરિણામ જાહેર, અહી પરિણામ જાણો, ગુજરાતના ટોપર જુવો

Jun 11, 2017 12:44 PM IST | Updated on: Jun 11, 2017 02:43 PM IST

JEE Advanced 2017 નું પરિણામ જાહેર થયું છે. જેમાં પંચકુલાના રહેવાસી સર્વેશ મહેતાની ટોપર રહ્યો છે. સર્વેશએ જેઇઇ એડવાન્સમાં ઓલ ઇન્ડિયામાં પહેલો રેન્ક હાસીલ કર્યો છે.

iit JEE advanced topper sarvesh iit JEE advanced topper sarvesh

JEE Advanced 2017 નું પરિણામ જાહેર, અહી પરિણામ જાણો, ગુજરાતના ટોપર જુવો

સર્વેશએ જેઇઇ મેન્સમાં ઓલ ઇન્ડિયામાં 55માં રેન્ક પ્રાપ્ત કર્યો હતો. સર્વેશ આઇઆઇટી બોમ્બેમાં કમ્પ્‌યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગે છે. પંચકુલામાં સર્વેશની સફળતા પછી ચંદીગઢનું નામ ફરી એકવાર રોશન થયું છે. આઇઆઇટી રુડકી જોનથી એક્જામ આપનાર સર્વેશએ 339 અંક હાસિલ કર્યા છે. મેહતાનીને મેથ્સમાં 120, ફિજિક્સમાં 104 અને કેમિસ્ટ્રીમાં 116 માર્ક્સ મળ્યા છે.

આઇઆઇટીમાં પ્રવેશ માટે આયોજિત જેઇઇ એડવાન્સ 2017નું પરિણામ જાહેર થઇ ચુક્યુ છે. પરિક્ષાનું આયોજન આઇઆઇટી મદ્રાસે 24 મેના કર્યુ હતું. વિદ્યાર્થી https://results.jeeadv.ac.in/ પર પરિણામ જાણી શકે છે.

ટોપ 10માં રાજસ્થાનના કોટાના ત્રણ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યુ છે. આ વર્ષે જેઇઇ એડવાન્સમાં 2 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

jee3

વેદાંત રાવલ ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યો છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ ક્રમે સાત્વીક મશ્કારીયા આવ્યો છે. વેદાંત રાવલે ઓલ ઇન્ડિયામાં 82મા ક્રમાકે છે.

દેશ ભરના 2 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ગુજરાતમાંથી 5 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

રાજસ્થાનના ઉદેપુરની વિદ્યાર્થિની ટોપર

ટોપ-10માં કોટાના 3 વિદ્યાર્થીઓ

ગુજરાતમાંથી વિદ્યાર્થી યતિષ ઓલ ઈન્ડિયા 12મા ક્રમાંકે

ગુજરાતનો પિયુષ તિબ્રવાલ ઓલ ઈન્ડિયા 37મા ક્રમાંકે

ગુજરાતનો વેદાંત રાવલ ઓલ ઈન્ડિયામાં 82 ક્રમાંકે

સાત્વીક મશ્કારીયા ઓલ ઇન્ડિયા રેન્કમાં 42મા ક્રમાકે આવ્યો છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર