2000 બાદ હવે આવશે 200 રૂપિયાની નોટ, ડુપ્લીકેટ બનાવવી મુશ્કેલ

Apr 04, 2017 10:11 AM IST | Updated on: Apr 04, 2017 02:30 PM IST

નવી દિલ્હી #2000 રૂપિયાની નોટ બાદ હવે આપને ઝડપથી 200 રૂપિયાની નોટ બજારમાં જોવા મળે તો નવાઇ નહીં. રિઝર્વ બેંક ઓઉ ઇન્ડિયા દ્વારા 200 રૂપિયાની નોટ બજારમાં મુકવાની તૈયારી કરાઇ રહી છે. પરંતુ નવી આ નોટ છાપવા માટે મંજૂરી મળે એની રાહ જોવાઇ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 200 રૂપિયાની નોટ છાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પગલું નકલી નોટ અને બ્લેક મની સામેના સરકારના અભિયાનની રીતે જોવાઇ રહ્યું છે. સાથોસાથ આરબીઆઇએ 1000 રૂપિયાની નોટને પણ છાપવાની મંજૂરી આપી છે. અહીં નોંધનિય છે કે, સરકારે 8 નવેમ્બર 2016ના નોટબંધી અંતર્ગત 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો રદ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસારા 200 રૂપિયાની આ નવી નોટમાં સિક્યુરિટી અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેને પગલે આ નોટની ડુપ્લીકેટ કરવી મુશ્કેલ થઇ પડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર