નીટમાં કડક નિયમોથી વાલીઓએ દર્શાવી નારાજગી,હોબાળો

May 07, 2017 10:16 AM IST | Updated on: May 07, 2017 10:16 AM IST

અમદાવાદમાં આજે વિવિધ કેન્દ્રો પર સવારથી વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે પહોચ્યા છે. જો કે આજે વાલીઓને કડવો અનુભવ થયો હતો. નીટના કડક નીયમોને જોતા વાલીઓમાં નારાજગી પ્રસરી ગઇ હતી. અને હોબાળો મચી ગયો હતો.

neet1

નીટમાં કડક નિયમોથી વાલીઓએ દર્શાવી નારાજગી,હોબાળો

આજે સમગ્ર દેશમાં નિટની પરિક્ષા યોજાઇ રહી છે. ત્યારે અમદાવાદના પ્રકાશ હાયર સેકન્ડરી સ્કુલમાં પણ નીટનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોચ્યા હતા. પરંતુ સ્કુલમાં વિદ્યાર્થીઓને સમય થયો હોવા છતાં પ્રવેશ નહી અપાયાનો વાલીઓએ આક્ષે પ કર્યો હતો. વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો.20 મીનીટ બાકી હોવા છતા પ્રવેશ ન અપાયો ન હોવાથી હોબાળો મચાવી દીધો હતો.

neet2

તો બીજી તરફ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની સઘન તલાસી લેવાતી હતી અને ઘડિયાલ,બુટ,ચંપલ સહિત ચેઇન વગેરે ચીજો બહાર કઢાવાતા નારાજગી પ્રસરી છે્.નોધનીય છે કે,દેશમાં60 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપે છે. ગુજરાતમાં60 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.

સુચવેલા સમાચાર