નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સોમનાથમાં કરી પુજા,કેશુભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત

Apr 19, 2017 08:45 PM IST | Updated on: Apr 19, 2017 08:45 PM IST

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી આજે યાત્રાધામ સોમનાથમાં પહોચ્યા છે. સોમનાથ મંદિર ખાતે વિદ્યાદેવી ભંડારીનું સ્વાગત કરાયું હતું. ભંડારીએ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સોમનાથમાં કરી પુજા,કેશુભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત

નેપાળના રાષ્ટ્રપતી બિદ્યા દેવી સૌરાષ્ટ્રના બે દિવસની પ્રવાસે છે. ત્યારે આજ રોજ તેઓ 12.15 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. જ્યા તેઓનુ ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરવામા આવ્યુ હતુ. તો આ તકે તેમની સાથે રાજ્યના ગ્રુહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા. બિદ્યા દેવી સાથે આવેલ નેપાળ એમ્બેસીના લોકો રાજકોટની ઈમ્પીરીયલ પેલેસ ખાતે પહોચ્યા હતા.  બીજી તરફ બિદ્યા દેવી રાજકોટ એરપોર્ટ પરથી જ હેલિકોપ્ટર મરાફતે સોમનાથ જવા રવાના થયા હતા. ત્યા

થી તેઓ સોમનાથ દાદાના દર્શન કરી દ્વારીકા ખાતે ગયા છે. જ્યા તેઓ કાળીયા ઠાકોરના દર્શન કરી રાજકોટ પરત ફરશે. તો રાત્રીના 9 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે એક ભોજનુ પણ આર્યોજન કરાયુ છે. જેમાં તે ભાગ લેશે. તો આવતીકાલે ખુદ બિદ્યા દેવી રાજકોટ ડેરીની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ 10 વાગ્યે રાજકોટ એરપોર્ટથી ભુવનેશ્વર જવા રવાના થશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર