ન્યૂઝ 18 ઇમ્પેક્ટઃશોભા ડે ના "પોલીસવાળા"ની થશે સારવાર, મુંબઇથી પહોચ્યા ડોક્ટર

Feb 25, 2017 07:39 PM IST | Updated on: Feb 25, 2017 07:52 PM IST

ન્યૂઝ18ની ખબરની મોટી અસર થઇ છે. ન્યૂઝ18એ એ પોલીસકર્મીને શોધી કાઢ્યો જેનો ફોટો શોભા ડે એ પોતાના ટ્વિટર હૈડલમાં શેયર કર્યો હતો. ખબર આવ્યા બાદ એમપીના નીમચમાં નોકરી કરતા ઇન્સેક્ટર દૌલતરામ જોગાવતની શારિરીક તપાસ કરવા મુંબઇથી એક ટીમ પહોચી છે. આ ટીમમાં દેશના જાણીતા ડોક્ટર મુફજલ લાકડાવાળાની સંસ્થાથી પહોચી છે.

શોભા ડે એ જે પોલીસકર્મીનો ફોટો શેયર કરી મુંબઇ પોલીસની મજાક ઉડાવી હતી જેણે ન્યૂઝ 18એ શોધી કાઢ્યો હતો. આ પોલીસકર્મી મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં ફરજ બજાવે છે. ગત 24વર્ષથી બીમારીથી પિડીત હોવાથી તે મોટાપા(મેદસ્વીતા)નું દર્દ સહન કરી રહ્યો છે.

ન્યૂઝ 18 ઇમ્પેક્ટઃશોભા ડે ના

ન્યૂઝ18હિન્દીની ખબર પછી દુનિયા વેલનેસ સેટર ચલાવી રહેલા વંદના લૂથરાએ પોતાના સેન્ટર વીએલસીસી ગુડગાંવમાં ઇન્સપેક્ટર જોગાવતની મફત સારવાર કરવા સંપર્કર કરાયો હતો.

ત્યારે મુંબઇ સ્થિત સીઓડીએસ સંસ્થા જોગાવતની મદદ માટે આગળ આવી હતી. સંસ્થાના એડમિન મેનેજર મુંબઇથી નીમચ પહોચ્યા અને એએસી રાકેસ સગરથી જોગાવત અંગે જાણકારી એકઠી કરી છે.

મેનેજર ડિસૂજાએ જણાવ્યું હતું કે સૌ પહેલા મુંબઇ સ્થિત સેન્ટર પર ઇન્સપેક્ટર જોગાવતનું પુરુ ચેકઅપ કરાશે. પછી એ નક્કી કરાશે કે તેમનું વજન દવાથી ઓછુ કરવું કે ઓપરેશનથી કરવુંં પડશે.

શું હતો મામલોઃ શોભા ડે એ 21 ફેબ્રુઆરીના એક મેદસ્વી પોલીસવાળાનો ફોટો ટ્વિટ કરી લખ્યુ હતું આજ મુંબઇમાં ઘણો ભારે પોલીસ બંદોબસ્ત છે. જવાબમાં મુંબઇ પોલીસે કહ્યુ હતું આ અમારા પોલીસકર્મી નથી. આ પોલીસકર્મી દૌલતરામની ન્યૂઝ18એ શોધી કાઢ્યા છે. જે એમપીના નીમચમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે નકોરી કરે છે. દૌલતરામને બુધવારે જ ખબર પડી કે શોભા ડે એ તેમનો ફોટો શેયર કરી મુંબઇ પોલીસની મજાક ઉડાવી હતી.

સુચવેલા સમાચાર