બુટલેગરોના સરનામા આપીશું, કાર્યવાહી નહી કરો તો ગુજરાત બંધનું એલાનઃઅલ્પેશ ઠાકોર

Feb 04, 2017 05:00 PM IST | Updated on: Feb 04, 2017 05:01 PM IST

પાટણઃ પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે આજે રાજ્ય સરકાર પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. અપ્લેશ ઠાકોરે કહ્યુ હતું કે, રૂપાણી સરકારે માત્ર દારૂબંધીનો કાયદો કડક કરી અને સંતોષ માની લીધો છે. એ પણ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આદોલન બાદ કાયદો કડક કરવા મજબૂર બનવું પડ્યું છે. હવે આ સરકાર બુટલેગરો સામે કાર્યવાહી કરતી ન હોવાથી હજુ પણ ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. પરંતુ હવે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા માટે ક્ષત્રિય ઠાકોર સેના ગામેગામથી બુટલેગરોના સરનામા શોધી અને મુખ્યમંત્રી સુધી પહોચાડશે. છતાં પણ જો કાર્યવાહી નહી કરાય તો અમે ફરી આદોલન કરી ગુજરાત બંધનું એલાન આપીશું.

alpesh thakor nayta1

બુટલેગરોના સરનામા આપીશું, કાર્યવાહી નહી કરો તો ગુજરાત બંધનું એલાનઃઅલ્પેશ ઠાકોર

ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા રાજ્ય માં દારૂ બંધી બાદ રાજ્ય ના બેરોજગાર યુવાનો ને રોજગારી મળે તે માટે ફરી સરકાર સમક્ષ રેલી અને સભાઓ યોજી માંગ કરવામાં આવી રહી છે અને હવે બેરોજગારી ના આંદોલન વેગ મળે તે અંતગત પાટણના નાયતા ગામથી દેલીયાથરા ગામ સુધી બાઈક રેલી યોજી હતી.રેલી નાયતા ગામેથી શરુ થઇ અનેક ગામડાઓ માં ફરી દેલીયા થરા ખાતે સમાપન થવા પામી હતી અને રેલી દરમ્યાન વચ્ચે આવતા દરેક ગામ માં જઈ અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજ સહિત અન્ય સમાજ ના લોકોને યુવાનોને રોજગારી મળે અને શિક્ષણ મળે તેમજ સમાજનો વિકાસ થાય તે માટે આ આંદોલનમાં જોડાય તેવું આહવાન કર્યું હતું.

આ રેલી દરમ્યાન અલ્પેશ ઠાકોરે દારૂ બંધી મામલે કાયદો તો બન્યો છે પણ તેનું અમલીકરણ ના થતું હોઈ અલગ અલગ ટીમો બનાવી જે તે ગામમાં દારૂ વેચાતો હોય તેના સરનામાં અને બુટલેગરોના નામ એકઠા કરવામાં આવી રહ્યા છે અને તે તમામ સરનામાં મુખ્યમંત્રી ને આપવામાં આવશે અને જો કોઈ યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચરી હતી.ભષ્ટાચારના આક્ષેપો પર પણ તેમણે પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે હું સાચી નિષ્ઠાથી સમાજ માટે કામ કરું છું અને સમાજને મારી ખબર છે અને સમાજ મારી સાથે છે. દુનિયા અને મારા વિરોધી ગમે તે મારી વાતો કરે મને કોઈ ફેર પડતો નથી.

સુચવેલા સમાચાર