ખાસ પ્રાર્થના કરી બહેને કહ્યુ, રવીન્દ્ર રાજકોટ આવશે એટલે પાર્ટી માગીશ

Mar 28, 2017 08:17 PM IST | Updated on: Mar 29, 2017 01:38 PM IST

રાજકોટઃસૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી અને ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેના ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.ભારતે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટ મેચમાં 8 વિકેટે હરાવી શ્રેણીને 2-1થી જીતી લીધી હતી. ત્યારે રાજકોટમાં રવીન્દ્રના બહેન નયનાબા જાડેજા દ્વારા રવીન્દ્ર માટે ખાસ પૂજા અને પ્રાર્થના કરી હતી. અને આગામી મેચમાં પણ પોતાનું પરફોર્મન્સ જાળવી રાખે તેવી પણ આશા વ્યક્ત કરી છે. રવીન્દ્ર બહેન દ્વારા જયારે રવીન્દ્ર રાજકોટ આવશે ત્યારે એની પાસેથી ખાસ પાર્ટી પણ માંગવામાં આવશે તેમ જણાવ્યું હતું.

naynaba jadeja ravindra bahen

ખાસ પ્રાર્થના કરી બહેને કહ્યુ, રવીન્દ્ર રાજકોટ આવશે એટલે પાર્ટી માગીશ

અને રવીન્દ્ર ની સાથોસાથ ચેતેશ્વર પણ ખુબ સારું દેખાવ કરતા હોવાનું પણ જણાવ્યું હતું.  જાડેજાએ  સિરીઝમાં સૌથી વધુ 25 વિકેટ ઝડપી છે. તેને 127 રનની ઇનિંગ પણ રમી હતી. ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરતા 4 મેચમાં 405 રન બનાવ્યા હતા.

નોધનીય છે કે, આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેકિંગમાં ટીણ ઇન્ડિયાના રવીન્દ્ર જાડેજા નંબર વન બોલર બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચ પછી આ રેકિંગ જાહેર થયુ જેમાં આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સંયુક્ત રૂપે નંબર વન ટેસ્ટ બોલર બન્યા છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર