નવસારીઃ70ટકા કમિશન લેતા,કારમાં 25 લાખની જુની નોટો સાથે ઝડપાયા

May 17, 2017 12:06 PM IST | Updated on: May 17, 2017 12:06 PM IST

નવસારી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બ્રાન્ચે બાતમીના આધારે જુના દરની રૂપિયા 25 લાખની ચલણી નોટો ઝડપી પાડી છે. જૂની ચલણી નોટો બદલવાનો કારોબાર કરતા ત્રણ ઈસમો ને બાતમી ના આધારે નવસારી શહેરના તિઘરા જકાત નાકા પાસે આવેલ દેવ રેસિડેન્સી પાસે થી ઝડપી પડ્યા હતા.

નવસારી એસ.ઓ.જી ને મળેલી બાતમી ના આધારે પોલીસે શહેર ના તિઘરા જકાત નાકા વિસ્તાર માં વોચ ગોઠવી હતી.દરમિયાન મળેલ બાતમી મુજબ એક મારુતિ સ્વીફ્ટ કાર ત્યાં આવતા પોલીસે કારની તપાસ કરી હતી.જેમાંથી પોલીસને રૂપિયા 25 લાખની રૂપિયા એક હજાર અને પાંચસો ની જૂની બંધ કરાયેલી ચાલણી નોટો મળી આવી હતી.જેને લઇ પોલીસે ત્રણે ઈસમો ની ધરપકડ કરી હતી.

નવસારીઃ70ટકા કમિશન લેતા,કારમાં 25 લાખની જુની નોટો સાથે ઝડપાયા

આ ત્રણે ઈસમો 70/30 ના રેશિયોમાં મુંબઇ ખાતે જઈ નોટો બદળવનો કારોબાર કરતા હોવાની પ્રાથમિક માહિતી પોલીસે આપી હતી. આ અંગે આવનારા દિવસો માં નવસારી એસ.ઓ.જી દ્વારા વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર