નવરાત્રીમાં પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના

Sep 25, 2017 01:24 PM IST | Updated on: Sep 25, 2017 01:24 PM IST

અમદાવાદ # આજ નવરાત્રીનો પાંચમો દિવસ છે, આજના દિવસે મા દુર્ગાના નવ સ્વરૂપ પૈકીના સ્કંદમાતાના રૂપની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતાની ચાર ભુજાઓ છે. માતા પોતાના બંને હાથોમાં કમળના પુષ્પ ધારણ કરેલ છે. અને એક હાથમાં કુમાર કાર્તિકેયને ખોળામાં બેસાડ્યો છે. દેવી સ્કંદમાતાનું વાહન સિંહ છે.

આ દેવી દુર્ગાનો મમતામયી રૂપ છે જે ભક્ત માના આ સ્વરૂપનું ધ્યાન કરે છે તેને મા મમતાની વર્ષા કરે છે અને દરેક સંકટ અને દુઃખથી ભક્તોને મુક્ત કરે છે.

નવરાત્રીમાં પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના

સંતાન સુખની ઇચ્છાથી જે વ્યક્તિ મા સ્કંદમાતાની આરાધના કરવા માગે છે તેને નવરાત્રીના પાંચમી તિથિએ લાલ વસ્ત્રમાં સુહાગ ચિન્હ સિંદુર, લાલ બંગડી, મહાવર, નેલપેંટ, લાલ ચાંદલો, ફળો અને લાલ ફુલ અને ચોખા બાંધીને માના ખોળામાં મુકવા જોઇએ.

કહેવાય છે કે સુરવાણીમા સ્કંદમાતાનો પ્રભાવ હોય છે એટલે જેને ગળામાં કોઇ પણ તકલીફ કે અવાજમાં પરેશાની હોય તો ગંગાજળમાં પાંચ અવંગ ભેળવી સ્કંદમાતાનું સ્મરણ કરીને તેને પ્રસાદ રૂપે પીવું જોઇએ.

સુચવેલા સમાચાર