ચૈત્રી નવરાત્રીમાં અંબાજી જતા પહેલા જાણો ક્યારે કરી શકશો દર્શન

Mar 28, 2017 06:56 PM IST | Updated on: Mar 28, 2017 06:56 PM IST

અંબાજીઃ આજ થી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ દર્શનાર્થીઓ ની ભારે ભીડ જોવા મળી હતી. અને તેમાં પણ મંગળા આરતી નો વિશેષ મહત્વ હોવાથી હજારો શ્રદ્ધાળુંઓ આજે ચૈત્રી નવરાત્રી ની પ્રથમ દિવસે હજારોની સંખ્યા માં ભક્તો એ મંગળા આરતીનો દર્શન નો લાભ લીધો હતો.

આજ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમીયાન શ્રદ્ધાળુંઓ ને મંદિર માં સરળતાથી દર્શન આરતી નો લાભ મળી શકે તે માટે દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રી ની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રી ને લઇ અંબાજી માં યાત્રીકો ની ભારે ભીડ રહેતી હોય છે. ને લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધારી આરતી નો લ્હાવો લેતા હોય છે.

ચૈત્રી નવરાત્રીમાં અંબાજી જતા પહેલા જાણો ક્યારે કરી શકશો દર્શન

આરતી અને દર્શનનો સમય

સવારે આરતીઃ- 07.30 થી 08.00

સવારે દર્શનઃ- 08.00 થી 11.30

બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી

સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30

જ્યારે સાંજે દર્શનઃ- 19.30 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર