કોંગ્રેસમાં જોડાયા સિધુ, રાહુલ સાથે પડાવ્યો ફોટો,ક્યાથી ચૂંટણી લડશે જાણો

Jan 15, 2017 01:48 PM IST | Updated on: Jan 15, 2017 01:48 PM IST

નવી દિલ્હીઃ પુર્વ ક્રિકેટર અને બીજેપીના પુર્વ સાંસદ નવજોતસિંહ સિન્ધુ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સિન્ધુએ એક ફોટો પડાવ્યો જે સામે આવ્યો છે. જેમાં રાહુલ સિન્ધુનું પાર્ટીમાં સ્વાગત કરતા નજરે પડે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(કોંગ્રેસ) ટ્વીટર હેડલમાં ટ્વીટ કરતા લખ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સિન્ધુનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું છે.

પાર્ટી પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે કોંગ્રેસ સિન્ધુનું પાર્ટીમાં સ્વાગત કરે છે અને બુદ્ધિમાન નેતાઓ દ્વારા કોંગ્રેસમાં તેમને લવાતા રાહુલજી તેમનું અભિનંદન કરે છે.

કોંગ્રેસમાં જોડાયા સિધુ, રાહુલ સાથે પડાવ્યો ફોટો,ક્યાથી ચૂંટણી લડશે જાણો

સુત્રોનું કહેવું છે કે સિન્ધુ પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબીર બાદલ સામે જલાલાબાદથી ચુંટણી લડી શકે છે. સિન્ધુએ તે માટે હા પણ પાડી દીધી છે. એટલે કે નવજોતસિંહ સિન્ધુ અમૃતસર ઇસ્ટ અને જલાલાબાદ બંને વિધાનસભા ક્ષેત્રમાં ચુંટણી લડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર