વડોદરાની નવરચના યુનિ.ના BBAના વિદ્યાર્થીનો આપઘાત,સટ્ટામાં લાખોની રકમ હાર્યાની શંકા

Apr 22, 2017 01:23 PM IST | Updated on: Apr 22, 2017 07:18 PM IST

વડોદરાની નવરચના યુનિ.ના વિદ્યાર્થીએ આજે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.  વિદ્યાર્થી BBAના ત્રીજા વર્ષમાં કરતો હતો. પોતાના ઘરે ગળે ફાંસો લગાવી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પોલીસને સ્યૂસાઈડ નોટ મળી આવી છે.

આપઘાત માટે 4 મિત્રો જવાબદાર હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. નાણાંકીય લેવડદેવડમાં આપઘાત કર્યાનું અનુમાન લગાવાય છે. જો કે ગોત્રી પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરાની નવરચના યુનિ.ના BBAના વિદ્યાર્થીનો આપઘાત,સટ્ટામાં લાખોની રકમ હાર્યાની શંકા

બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા શાહીલ શાહે નાણાકીય લેવડ દેવડના મામલે એકાએક પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે..શાહીલ શાહે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી.જેમાં શાહીલે સુસાઈડ નોટમાં તેના આપઘાત માટે તેના જ 4 મિત્રો હોવાનું જણાવ્યું છે.શાહીલે સુસાઈડ નોટમાં તેના મિત્રો રૂપિયા માંગવા માટે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.તેમજ તેને ચારેય મિત્રોના મોબાઈલ નંબર પણ સુસાઈડ નોટમાં લખ્યા છે.પોલીસે શાહીલના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

શાહીલ આઈપીએલ મેચમાં સટ્ટા બેટિંગમાં નાણાં હારી જતા બુકીઓના દબાણના કારણે આપઘાત કરી લીધા હોવાની વાતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.પરંતુ પોલીસ અધિકારીએ આ વાતનો ઈનકાર કર્યો છે..શાહીલના આપઘાત પાછળ નાણાકીય લેવડ દેવડ જવાબદાર હોવાથી પોલીસ શાહીલ આઈપીએલ મેચમા સટ્ટા બેટિગમા નાણાં હારી જતા આપઘાત કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવાની છે.

સુચવેલા સમાચાર