નવલી નવરાત : પ્રથમ દિવસે કેવી રીતે કરશો માં શૈલપુત્રીની પૂજા

Sep 21, 2017 12:22 PM IST | Updated on: Sep 21, 2017 12:23 PM IST

અમદાવાદ # આદ્ય શક્તિ મા દુર્ગાની આરાધના, પૂજાના પાવન પર્વ નવરાત્રિનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. નવ દિવસ શક્તિ સ્વરૂપ માં અંબાની પૂજા અર્ચના કરવાથી સવિશેષ ફળ મળે છે. પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.

navratri-shailputrimata

નવરાત્રિમાં માં દુર્ગાના વિવિધ નવ સ્વરૂપોની પૂજા થાય છે. પહેલા દિવસે માં શૈલપુત્રીની આરાધના થાય છે. શૈલપુત્રીએ માં પાર્વતીનો અવતાર છે. દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થતાં સતી યોગાગ્નિમાં ભસ્મ થઇ ગયા હતા. જે બાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો. પર્વતની પુત્રી હોવાને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે.

durga11

કેવી રીતે કરશો માં શૈલપુત્રીની પૂજા

-આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા શ્વેત વસ્ત્ર અને શ્વેત ફૂલ અર્પિત કરી કરવી જોઇએ.

-કંદ મૂળ, ફળનો ભોગ લગાવવો

-ઓમ શૈલ પુત્રૈય નમ: એકાક્ષરી બીજ મંત્રનો જપ કરો

-માં શૈલપુત્રીની આરાધનાથી મનવાંચ્છિંત ફળ અને કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. સાથોસાથ સાધકને મૂલાધાર ચક્ર જાગ્રત પ્રાપ્ત થતાં થનારી સિધ્ધિઓ હાંસિલ થાય છે.

સુચવેલા સમાચાર