ચીનની બોર્ડર પાસેથી લાપતા સુખોઇ-30નો મળ્યો કાટમાળ

May 26, 2017 01:01 PM IST | Updated on: May 26, 2017 01:05 PM IST

ચીન સરહદ નજીક મળ્યો લાપતા સુખોઇ-30 વિમાનનો કાટમાળ,ઓપરેશન ચાલુ છે.અસમના તેજપુર સૈન્ય પટ્ટીથી ઉડાન ભરી થોડીવારમાં લાપતા થયેલ ભારતીય વાયુ સેના સુખોઇ-30 વિમાનનો કાટમાળ શુક્રવારે મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કાટમાળ ચીન બોર્ડર પાસે મળ્યો છે. વિમાનમાં બે પાયલટ સવાર હતા. જેમના અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. પાયલટની શોધખોળ માટે ઓપરેશન ચાલુ છે.

નોધનીય છે કે, લાપતા વિમાન નિયમિત ટ્રેનિગ માટે મંગલવારે સવારે 9.30 વાગે ચીનની સીમાથી 172 કિલોમીટર દૂરી પર સ્થિત તેજપુર વાયુ સેના હવાઇ પટ્ટીથી ઉડાન ભરી હતી. અરુણાચલ પ્રદેશમાં ચીનની સીમા નજીક ડોલાસાંગ વિસ્તાર પાસે સવારે 11.10 કલાકે વિમાનનો સંપર્ક રડાર અને રેડિયોથી ટુટી ગયો હતો.

ચીનની બોર્ડર પાસેથી લાપતા સુખોઇ-30નો મળ્યો કાટમાળ

सुखोई विमान.(प्रतिकात्मक तस्वीर)

સુચવેલા સમાચાર