સેનાના યુદ્ધના મેદાનમાં હવે મહિલાઓને પણ મળશે જવાની મંજુરીઃસેનાધ્યક્ષ

Jun 04, 2017 08:50 PM IST | Updated on: Jun 04, 2017 08:50 PM IST

ભારતીય સેનામાં મહિલાઓ જલદી હવે કોમ્બેટ પોજિસન(લડાકુ સ્થીતી)માં જોવા મળશે. વર્તમાનમાં યુદ્ધના હાલાતમાં માત્ર પુરુષોની જ તૈનાતી હોય છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ કે આ દિશામાં ઝડપથી કામ થઇ રહ્યુ છે. શરુઆતમાં મહિલાઓને મિલિટ્રી પોલીસમાં નિયુક્ત કરાશે.

જનરલ રાવતે કહ્યુ,હું મહિલાઓને જવાનોના રૂપમાં જોવા માગુ છું. હું જડપથી આ શરૂઆત કરવા જઇ રહ્યો છું. સૌથી પહેલા મહિલાઓને મિલિટ્રી પોલીસના જવાનોના રૂપમાં તૈનાત કરાશે.

સેનાના યુદ્ધના મેદાનમાં હવે મહિલાઓને પણ મળશે જવાની મંજુરીઃસેનાધ્યક્ષ

નોધનીય છે કે મહિલાઓને વર્તમાનમાં તબીબ,કાનૂન, શીક્ષા,સિગ્નલ અને એન્જીનીયરિંગ વિગ્સમાં નિયુક્ત કરાય છે.

ઘણા ઓછા દેશોમાં મહિલાઓને યુદ્ધ મોરચા પર તૈનાત કરાય છે. ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનાડા, અમેરિકા, બ્રીટન, ડેનમાર્ક, ફિનલેડ, ફ્રાંસ, નોર્વે, સ્વીડન અને ઇસ્ત્રાઇલમાં મહિલાઓને કોમ્બેટ પોજિશન અપાય છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર