શું જસ્ટિસ સીએસ કર્ણન દેશ છોડી ગયા છે?

May 11, 2017 03:18 PM IST | Updated on: May 11, 2017 03:18 PM IST

કોર્ટની અવમાનના મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા છ મહિનાની જેલની સજા મામલે સિટિંગ જજ જસ્ટિસ સી.એસ.કર્ણન અચાનક ગાયબ થઇ ગયા છે. પશ્વિમ બંગાળ અને તમિલનાડુ પોલીસની ટીમને તેઓ ચેન્નઇમાં મળ્યા ન હતા. જ્યારે બુધવાર સવાર સુધી તેઓ ચેન્નઇમાં જ હતા.

ન્યુઝ18.કોમ અનુસાર જસ્ટિસ કર્ણન સ્વાસ્થ્યના આધાર પર તેમની જમાનત માટે રાષ્ટ્રપતિનો હસ્તક્ષેપ ઇચ્છે છે અને સંભવ છે કે તેઓ દેશથી બહાર ચાલ્યા ગયા હોય પરંતુ એક સુત્રના દાવા અનુસાર કર્ણન દેશમાં જ છે.

શું જસ્ટિસ સીએસ કર્ણન દેશ છોડી ગયા છે?

જ્યાં એક તરફ પોલીસ જસ્ટિસ કર્ણને શોધી રહી છે ત્યારે કથિત રીતે સુપ્રીમ કોર્ટથી ફટકારાયેલી છ મહીનાની સજા પર પુનર્વિચારની માંગ કરી છે. નોધનીય છે કે, સુપ્રીમ કોર્ટએ જસ્ટિસ કર્ણનને કોર્ટની અપમાનના મામલે છ મહીનાની જેલની સજા સંભળાવી છે. આ જેલની સજા થઇ હોય તેવા પહેલા ન્યાયાધીશ છે.

ફ્રાંસ ગયા હોવાની સંભાવના

કોલકતા પોલીસની એક ટીમ જસ્ટિસ કર્ણનની ધરપકડ માટે ચેન્નઇ પહોચી હતી. સુત્રોના અનુસાર કદાચ તેઓ ચેન્નઇ છોડી ચુક્યા છે. પહેલા સુત્રએ કહ્યુ કે જસ્ટિસ કર્ણનના ફ્રાંસ જવાની સંભાવના વધુ છે કેમ કે કહેવાય છે કે ત્યાં તેમનો દિકરો રહે છે.

પોલીસ સુત્રો અનુસાર પહેલા આંધ્ર પ્રદેશમાં તેમનું લોકેશન ટ્રેસ કરાયું હતું જ્યાં કથિત રીતે તેમણે પોતાનો ફોન કોઇ નજીકનાને આપી દીધો હતો.

સુચવેલા સમાચાર