નાયડૂએ ચેતવ્યા, ધર્મના નામે અનામત આપવાથી બનશે વધુ એક પાકિસ્તાન

Apr 15, 2017 02:05 PM IST | Updated on: Apr 15, 2017 02:05 PM IST

ધર્મના આધાર પર આરક્ષણને લઇ મોદી સરકારના કેન્દ્રીય મંત્રી વૈકેયા નાયડુએ મોટુ નિવેદન આપ્યું છે. નાયડુએ કહ્યુ કે ધર્મના આધાર પર આરક્ષણને લાગુ કરવાથી દેશમાં સામાજિક અશાંતિ સર્જાશે. એવું કરવું લોગોના સાંપ્રદાયિક રેખામાં વિભાજિત કરવા જેવું છે.નાયડૂએ ચેતવણતા કહ્યુ કે આવું કરવાથી વધુ એક પાકિસ્તાન બનવાનો ખતરો રહેશે.

નાયડુએ આ વાત શુક્રવારે હૈદરાબાદમાં ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમ રાવ આંબેડકરની 126મી જયંતિ પર આયોજીત બીજેપીની બેઠકમાં કહ્યુ છે. બેઠકમાં નાયડુએ સંકેત આપ્યો ગે તેલંગાના કેટલાક ખાસ સમુદાયોને આરક્ષણ આપવાનો પ્રસ્તાવ સંવિધાનીક રૂપે ગેરકાયદે છે.

નાયડૂએ ચેતવ્યા, ધર્મના નામે અનામત આપવાથી બનશે વધુ એક પાકિસ્તાન

નાયડુએ કહ્યુ કે સંવિધાનના ઘડવૈયા બીઆર આંબેડકરે હંમેશા ધર્મના આધાર પર આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. ત્યારે ધર્મ આધારે આરક્ષણના વિરોધમાં એનસીપી પણ જોવા મળી છે.

નોધનીય છે કે, તેલંગાણા સરકારે મુસ્લિમોને મળતા 4 ટકા અનામતને 12 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. નોધનીય છે કે મુખ્યમંત્રી રાવએ કહ્યુ કે વિધાનસભામાં પ્રસ્તાવ મંજૂર કરી કેન્દ્ર પાસે મોકલાશે. જો કેન્દ્ર મંજૂરી નહી આપો તો સરકાર સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારીમાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર