ચોથીવાર યુપીએસસી ટોપ કરનારી નંદિનીએ જણાવ્યું સફળતાનું રાજ

Jun 01, 2017 09:32 AM IST | Updated on: Jun 01, 2017 09:32 AM IST

ભારતીય રાજસ્વ સેવાની અધિકારી નંદિની કે આરએ યુપીએસસી સિવિલ સર્વિસિસ પરિક્ષામાં ટોપર્સ રહી છે. તે હાલમાં ફરિદાબાદમાં નેશનલ કસ્ટમ્સ,એક્સાઇઝ એન્ડ નાર્કોટિક્સ એકેડમીમાં પ્રશિક્ષણ લઇ રહી છે. યુપીએસસીના પરિણામમાં અનમોલ શેરસિંહ બીજા નંબર પર રહ્યા છે.

ટોપ 25માં સાત મહિલાઓ અને 18 યુવકો છે.

ચોથીવાર યુપીએસસી ટોપ કરનારી નંદિનીએ જણાવ્યું સફળતાનું રાજ

કર્ણાટકની નંદિનીએ જણાવ્યુ આઇએએસ બનવું તેનું સપનું હતું.આ તેનો ચોથો પ્રયત્ન હતો. તેણે કહ્યુ આ સપનું સાચુ થવા જેવું છે. તેણે 2014માં પણ સિવિલ પરિક્ષા પાસ કરી હતી. અને તેને ભારતીય રાજસ્વ સેવા મળી હતી. નંદીની ઓબીસી કેટેગરીથી આવે છે.

તેણે બેગલુરુમાં એમએસ રમૈયા સંસ્થાનમાં સિવિલ એન્જીનીયરિંગમાં ગેજ્યુએટ કર્યું છે.

નંદિનીએ પરિણામ બાદ જણાવ્યું કે છોકરીઓને પોતા પર વિશ્વાસ હોવો જોઇએ. અને પોતાના વિકાસ માટે કામ કરવું જોઇએ. હું સફળતાની ક્રેડિટ મારા પરિવારને આપવા ્માગુ છું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર