સેનાના કેમ્પ પર આત્મઘાતી હુમલો, 5 જવાન શહીદ,બે આતંકીઓ ઠાર

Apr 27, 2017 09:29 AM IST | Updated on: Apr 27, 2017 01:26 PM IST

જમ્મુ કશ્મીરના કુપવાડાના પંજગામમાં સેનાના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાયો છે.આતંકીઓએ સવારે 4 વાગ્યે હુમલો કર્યો છે. બે હુમલાખોરોને ઠાર કરાયા છે. હજુ બે આતંકી છુપાયાના આસંકા છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે. એક મેજર, એક જેસીઓ અને એક જવાન શહીદ થયા છે.

મળતી વિગત મુજબ જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના પંજગામ સ્થિત સેનાના કેમ્પ પર વહેલી સવારે આતંકીઓએ મોકો જોઇ હુમલો કર્યો હતો. આ હુમલો આત્મઘાતી હતો. જવાબમાં સેનાએ મોરચો સંભાળતા વળતો જવાપ ાપી આતકીઓને ઠાર કર્યા છે.

સુત્રોના કહેવા મુજબ બિદાયીન હુમલામાં જેસીઓ, ત્રણ જવાન અને એક સેના અધિકારી શહીદ થયા છે. સેના સાથે અથડામણ પુર્ણ થઇ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર