મારી લડત ચાલુ રહેશેઃતેજ બહાદૂર યાદવે ગુણવત્તા મુદ્દે કરી હતી ફરિયાદ

Apr 19, 2017 06:54 PM IST | Updated on: Apr 19, 2017 06:54 PM IST

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી બીએસએફના જવાનોને ગુણવત્તા વગરનું અપાતુ હોવાની ફરિયાદ કરનાર બીએસએફના જવાન તેજ બહાદૂરને બીએસએફએ બરતરફ કરી દીધો છે.

ન્યૂઝ18ઇન્ડિયા સાથે વાતચીતમાં તેજ બહાદુરએ કહ્યુ કે ઘણા દિવસોથીઆ પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ મારી લડાઈ ચાલુ રહેશે. તેજ બહાદૂરનું કહેવું છે કે મે પણ ભગતસિંહને જેમ આંધળા-બહેરાઓને જગાડવા બમ ફોડ્યો હતો.

મારી લડત ચાલુ રહેશેઃતેજ બહાદૂર યાદવે ગુણવત્તા મુદ્દે કરી હતી ફરિયાદ

બીએસએફએ તેજબહાદૂરને બરખાસ્ત કર્યો છે. તેજ બહાદૂરે જણાવ્યુ હતું કે વીડિયો વાયરલ થયા પછી મને અંડર કસ્ટડીમાં રખાયો હતો. અને મારી અટકાયત કરાઇ હતી. હું ઇચ્છુ તો બધાના નામ જણાવી શકુ છે મારી પાસે સબુત છે એટલે મે વીડિયો બનાવ્યો હતો.

તેજ બહાદૂરએ કહ્યુ કે અત્યારે હું સીધો મારા ઘરે જઇશ. મારા વીડિયો વાયરલ થયા પછી ઘણો સુધારો થયો છે. ખોરાક હવે ઘણો સારો અપાય છે જેથી મને આનંદ છે. હું એક ખેડૂતનો પુત્ર છું. બીએસએફ બહુ સારી છે.

9 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર છલકાવ્યું હતું દર્દ

નોધનીય છે કે,9 જાન્યુઆરીએ બીએસએફના જવાન તેજ બહાદૂર યાદવે એક વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર વાયરલ કર્યો હતો જેમાં સીમા પરના જવાનોની હાલત દયનીય હોવા અંગે દેશના નાગરિકોનું ધ્યાન દોર્યુ હતું. આ વીડિયોમાં તેજ બહાદૂરએ બીએસએફના જવાનોને ગુણવત્તા વગરનું ખાવાનું અપાતું હોવાની ફરિયાદ કરી હતી. જોકે સેનાની કેન્ટિનમાં ઘટિયા ખાવાનું અપાતુ હોવાની ફરિયાદ કરી ચર્ચામાં આવેલા તેજ બહાદૂરને બીએસએફએ બરતરફ કરી દીધા છે.

સુચવેલા સમાચાર