મુંબઇ બ્લાસ્ટ કેસઃટાડા કોર્ટમાં આજે સુનાવણી

May 29, 2017 11:44 AM IST | Updated on: May 29, 2017 11:50 AM IST

વર્ષ 1993માં મુંબઇ બોમ્બ ધડાકા કેસમાં આજે મુંબઇની વિશેષ ટાડા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.  અબૂ સાલેમ સહિત  અનેક લોકો આરોપી છે. નોધનીય છે કે, મુંબઇમાં 13 બોમ્બ ધડાકામાં 257 લોકોના મોત નીપજ્યા હતા.

આ મામલે 25 એપ્રિલે સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે 29મેની સુનાવણીમાં સજા કે સજાની તારીખ જાહેર કરાશે. સાલેમ અત્યારે નવી મુંબઇની તલોજા જેલમાં કેદ છે. અત્યારે તે 1995માં બિલ્ડર પ્રદીપ જૈનની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

મુંબઇ બ્લાસ્ટ કેસઃટાડા કોર્ટમાં આજે સુનાવણી

ટાડા કોર્ટ મુંબઇ બોમ્બ ધડાકા મામલે પહેલા જ 100થી વધુ લોકોને દોષીત જાહેર કરી ચુકી છે. જેમાં બોલીવુડ અભિનેતા સંજય દત્તનું નામ પણ છે. તેને આર્મ્સ એક્ટ અંતર્ગત અગાઉ સજા સંભળાવી હતી.

નોધનીય છે કે, 12 માર્ચ 1993ના મુંબઇમાં બોમ્બ ધડાકામાં 257 લોકોના મોત અને 713 જણા ઘાયલ થયા હતા. આ બોમ્બ ધડાકા, સ્ટોક એક્સચેન્જ, એયર ઇન્ડિયા બિલ્ડીગ અને સીરોક જેવી હોટલ સહિત શહેરમાં 12 જગ્યાએ કરાયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર