દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં સુરત ચોથા અને વડોદરા 10મા નંબરે,અમદાવાદને સ્થાન નહી

May 04, 2017 03:46 PM IST | Updated on: May 04, 2017 03:46 PM IST

દેશના 434 શહેરો અને નગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન પછી કેન્દ્ર સરકારે આજે સ્વચ્છ ભારત રેન્કીગ જાહેર કર્યા છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેકૈયા નાયડુએ કાર્યક્રમાં રેકિગની યાદી જાહેર કરી હતી. જેમાં જાણવા મળ્યુ છે કે ઇન્દોર સ્વચ્છ ભારતની રેસમાં નંબર વન પર છે. પછી બીજા નંબરે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ આવે છે.

ભારત સરકાર ધ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન હેઠળ દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.જેમાં ગુજરાતમાં સુરત અને વડોદરાનો સમાવેશ થયો છે.ભારત સરકારે બહાર પાડેલી રેકિંગમાં વડોદરાને દેશના 10માં નંબરનો સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.વડોદરાનો 10માં ક્રમાંક આવતા વડોદરાની યુવતીઓ ગર્વ અનુભવી રહી છે.

દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં સુરત ચોથા અને વડોદરા 10મા નંબરે,અમદાવાદને સ્થાન નહી

વડોદરાની યુવતીઓ શહેરમાં ખરેખર સ્વચ્છતા જોવા મળે છે તે વાત પણ માની રહી છે.તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા પણ કરી રહી છે.આ ઉપરાંત યુવતીઓએ 10માં ક્રમાંકના બદલે વડોદરાનો સ્વચ્છતામાં વધુ સારો ક્રમાંક આવે તેવી આશા વ્યકત કરી છે. અમદાવાદ 14મા નંબરે આવે છે.

સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત ચોથા ક્રમે

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ કાર્યક્રમ યોજાયો

વર્ષ 2017 સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતનો આવ્યો 4 નંબર

સુરત મહાનગરપાલિકાનો ચોથો નંબર આવ્યો

કેન્દ્રની ક્વૉલિટી કન્ટ્રોલ ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું હતું

કુલ 500 શહેરો પર હાથ ધરાયું હતું સર્વેક્ષણ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર