ટ્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ,ચુકાદો અનામત

May 18, 2017 03:02 PM IST | Updated on: May 18, 2017 03:03 PM IST

ટ્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે ચુકાદો અનામત રખાયો છે.6 દિવસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમે બંને પક્ષોની દલીલો સાંભળી હતી.પર્સનલ લો બોર્ડે કહ્યુ કે અમે કાજિયોને ત્રણ તલાકથી બચવાની સલાહ આપતા રહીશું. સાથે ત્રણ તલાકના મામલાઓ પર નજર રખાશે.

આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી નામાકીત વકીલ કપીલ સિબ્બલે દલીલો આપી અને 1400 વર્ષથી ચાલી આવતી પરંપરામાં દખલ ન દેવા સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ આપવામાં આવી હતી.

ટ્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ,ચુકાદો અનામત

કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલો આપી જેમાં કહેવાયું હતું કે આ કોઇ લઘુમતી વિરુદ્ધ બહુમતીની વાત નથી. મહિલાઓની સમાનતા માટેની વાત છે.

નોધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેંચ સમક્ષ દ્વારા સતત 6 દિવસ સુધી ત્રીપલ તલાક મુદ્દે સુનાવણી ચાલી હતી. કેન્દ્ર સરકારે ત્રણ તલાક વિરુદ્ધ પોતાનો પક્ષ રાખ્યો હતો.

સીજેઆઇ જેએસ ખેહરે એઆઇએમપીએલબીના વકીલ કપીલ સીમ્બલને પુઠ્યું હતું કે, શું કાજી નિકાહનામુ તૈયાર કરતી વખતે શાદીના કોન્ટ્રેક્ટમાં પત્નીને ત્રણ તલાકનો ઇનકાર કરવાનો વિકલ્પ આપે છે?ત્યારે સિમ્બલે કહ્યુકે આ યોગ્ય સલાહ છે અને બોર્ડ આના પર વિચાર કરશે.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર