પલાનીસ્વામીએ 126 ધારાસભ્યોના સમર્થન સાથે કર્યો સરકાર રચવાનો દાવો

Feb 14, 2017 06:39 PM IST | Updated on: Feb 14, 2017 06:39 PM IST

તામિલનાડુના અન્નાદ્રમુક વિધાયક દળના નવનિયુક્ત નેતા ઇદપ્પાડીના પલાનીસ્વામીએ રાજ્યપાલ સીએચ વિદ્યાસાગરને મળી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે.પલ્લાનીસ્વામીએ 126 ધારાસભ્યોનું સમર્થન હોવાનું દાવો કર્યો છે.

થોડીવાર પહેલા પલાનીસ્વામીએ રાજ્યપાલને એક પત્રના માધ્યમથી સુચિત કર્યા હતા કે આજના દિવસે તેમણે અન્નાદ્રમુક વિધાયક દળના નેતા બનાવાયા છે. પાર્ટી વિધાયકોએ એક ફાર્મ હાઉસમાં પલાનીસ્વામીને નેતા ચુટ્યા હતા.

પલાનીસ્વામીએ 126 ધારાસભ્યોના સમર્થન સાથે કર્યો સરકાર રચવાનો દાવો

નોધનીય છે કે,સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતાં મુખ્યમંત્રી બનવાનું શશિકલાનું સપનું રોળાયું છે તો બીજી તરફ શશિકલા જુથ પણ એક્શનમાં આવ્યું છે અને પન્નીરસેલ્વમ સામે નિશાન તકાયું છે. પન્નીરસેલ્વમને એઆઇડીએમકેમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ઇ પલાનીસામીને ધારાસભ્ય દળને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

સુચવેલા સમાચાર