ફરી વધી શકે છે રેલવેનું ભાડુ, સરકારની આ છે યોજના!

May 17, 2017 09:49 AM IST | Updated on: May 17, 2017 09:49 AM IST

રેલવેમાં મોઘી મુસાફરીનો સીલસીલો રોકવાનું નામ નથી લેતુ. નવા સમાચાર મુજબ રેલવેમાં એકવાર ફરી ભાડુ વધી શકે છે. આ ખતે સેફ્ટી સેસના નામ પર ભાડુ વધી શકે છે. બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલીએ રેલવે સેફ્ટી ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. સરકારએ 1 લાખ કરોડ રૂપિયા સેફ્ટી ફંડ બનાવવાની યોજના કરી છે.

જો કે રેલ મંત્રાલય અને નાણામંત્રાલય આ બંને આ માટે રકમ ચુકવશે. હવે રેલ મંત્રાલયએ કવાયત શરૂ કરી દીધી છે કોઇ પણ રીતે રેલવે ફંડ માટે પૈસા એકઠા કરવા માટે જેને લઇ યાત્રીકો પાસેથી વસુલાત કરી શકે છે. સરકાર હવે દરેક ટિકિટ પર સેફ્ટી સેસ લગાવવાનું વિચારી રહી છે. જેના પર જલદી રેલવે બોર્ડ વિચાર કરી શકે છે.

ફરી વધી શકે છે રેલવેનું ભાડુ, સરકારની આ છે યોજના!

રેલવેમાં લોઅર બર્થ ચાર્જની ખબરનો રેલ મંત્રાલય ખંડન કર્યું છે. રેલવેનું કહેવું છે નિચલે બર્થ માટે વધુ ભાડુ નહી હોય. જો કે દરેક કોચમાં 6 નિચલા બર્થ વૃદ્ધો માટે આરક્ષીત કરાયા છે.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર