સોનુ નિગમ પર મૌલવીનો પલટવાર, કહ્યુ-ગર્મીથી રાહત માટે ટોલુ કરાવ્યું

Apr 20, 2017 01:44 PM IST | Updated on: Apr 20, 2017 01:44 PM IST

સોનુ નિગમ પર 10 લાખનું ઇનામ જાહેર કરનારા મૌલવીએ પલટવાર કરતા કહ્યુ છે કે, જૂતાની માળા પહેરીને સોનુ માફી માગે. ગર્મીથી રાહત મેળવવા સોનુંએ ટોલુ કરાવ્યું છે. મારી શર્તતો બાકી છે.

sonu nigam1

સોનુ નિગમ પર મૌલવીનો પલટવાર, કહ્યુ-ગર્મીથી રાહત માટે ટોલુ કરાવ્યું

સોનુ નિગમએ અજાન પર કરેલા ટ્વીટ પર શરુ થયેલો વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. સોનું નિગમનો ટકો કરનાર પર રૂ.10 લાખ રૂપિયાનું ઇનામની જાહેરાત કરનાર મૌલવીએ કહ્યુ તે તેમના નિવેદન પર અડગ છે. તેમણે કહ્યુ કે હું ત્યા સુધી ઇનામની રકમ નહી આપુ જ્યાં સુધી મારી બધી શરત પુર્ણ નહી થાય.

સૈયદ શાહ આતિફ અલી અલ કાદરીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ કે સોનૂ નિગમના ટ્વીટ પર મે કહ્યુ હતું કે સોનુ નિગમએ બિલકુલ ખોટુ કહ્યુ છે,હિન્દુસ્તાનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ,ઇસાઇ બધા એક સાથે રહે છે આગળ પણ મળીને રહેશે, અમને કોઇ જુદા નહી કરી શકે. મે એ પણ કહ્યુ હતું મુલ્કમાં દરેક ધર્મના નાગરિકને સમાન તરીકે જોવાય છે.

તેમણે કહ્યુ કે મે તેને ટકલો કરી, જુતાનો હાર પહેરાવી બધાના ઘરોમાં ઘુમાવસે તેને રૂ.10 લાખનું ઇનામ આપવાની વાત કહી છે. હું મારી વાત પર અડગ છું. કેટલાક મીડિયા મારી વાતને ટવિસ્ટ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર