એલઓસી નજીકના ગામોમાં 1000 લોકોનું સ્થળાંતર, પાકિસ્તાન સતત કરી રહ્યુ છે ફાયરિંગ

May 14, 2017 09:43 AM IST | Updated on: May 14, 2017 09:43 AM IST

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કશ્મીરની નિયંત્રણ રેખા પર સતત ફાયરિંગ કરાઇ રહ્યુ છે ત્યારે રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યુ છે. જેને લઇ ભારતીય સેના દ્વારા 1 હજારથી વધુ એલઓસી પરના લોકોને તેમના ઘરોમાંથી નીકાળી સુરક્ષિત જગ્યાએ પહોચાડાયા છે. શનિવારે આતંકીયોએ પુલવામાં સેનાના એક કાફલા પર હુમલો કર્યો હતો.

સેનાનું કહેવું છે કે રાજોરી સેક્ટરના મનકોટ, ચિટીબકારીમાં પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યુ છે. નોધનીય છે કે નૌશેરા સેક્ટરમાં ફાયરિંગમાં બે ભારતીય નાગરિકોના મોત નીપજ્યા છે.

એલઓસી નજીકના ગામોમાં 1000 લોકોનું સ્થળાંતર, પાકિસ્તાન સતત કરી રહ્યુ છે ફાયરિંગ

ભારતીય સેના આપી રહી છે જવાબ

પાકિસ્તાની ફાયરિંગનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. જાણકારી અનુસાર ભારતીય ગામોમાં મોર્ટાર અને નાના હથિયારોથી હુમલો કરાઇ રહ્યો છે. હુમલા ચાર દિવસથી થઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર