તુરંત ત્રણ તલાકને મુસ્લિમોની 5 મોટી સંસ્થા પણ યોગ્ય ન હોવાનું માને છે

Apr 13, 2017 09:22 AM IST | Updated on: Apr 13, 2017 09:55 AM IST

દેશની પાંચ મોટી મુસ્લિમ સંસ્થાઓ તુરંત  ત્રિપલ તલાક નાં મુદ્દે એક રાય જોવા મળે છે. આ સંસ્થાઓ માને છે કે કુરાનમાં ત્રિપલ તલાકનો કોઇ ઉલ્લેખ નથી પરંતુ તુરંત તલાક આપવું આમા યોગ્ય માનવામાં આવ્યુ નથી.

Teen-Talaq-for-Web_revised_R222

તુરંત ત્રણ તલાકને મુસ્લિમોની 5 મોટી સંસ્થા પણ યોગ્ય ન હોવાનું માને છે

આ સંસ્થાએ તુરંત ત્રિપલ તલાક અને ત્રણ તલાક બંનેને અલગ અલગ માને છે. તેમનું માનવું છે કે કેટલેક મામલે તલાક આપવાનો રસ્તો ખોટો જોવા મળે છે.

આ સંસ્થાએ તુરંત તલાકના રસ્તા વિરુદ્ધ છે. પરંતુ આમ છતાં તેમનું માનવું છે કે જો તુરંત ત્રણ તલાક અાપી દેવાય તો તલાક યોગ્ય માની લેવાશે.

ત્રિપલ તલાકના મુદ્દા પર પાંચે સંસ્થાઓ સાથે બેસીને વાતચીત કરવા તૈયાર છે. કેટલાક લોકો કેન્દ્ર સરકાર સાથે પણ વાત કરવા રાજી છે. પરંતુ તે પહેલા તે ક્લિયર કરવા ઇચ્છે છે કે આખરે સરકાર ત્રણ તલાકના મુદ્દે શું કરવા ઇચ્છે છે તે ચોખવટ કરે પછી જ.

તુરંત ત્રણ તલાકના મુદ્દે ન્યૂઝ18 હિન્દીએ દેશમાં મુસ્લિમોની પાંચ મોટી સંસ્થાઓથી જોડાયેલ લોકોની રાય જાણવાનો પ્રયાસ કર્યો છે. ત્રણ તલાકના મુદ્દા પર બધાની એક રાય છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ શાહિસ્તા અમ્બરના અનુસાર ત્રણ તલાક અંગે કુરાનમાં જે કહેવાયું છે અમે તેને જ માનીએ છીએ. જે લોકો એક સાથે લગાતાર ત્રણવાર તલાક બોલી દે છે તેમાં બદલાવ થવો જોઇએ.'

 

સુચવેલા સમાચાર