આંધ્ર પ્રદેશના શહેરી વિકાસ મંત્રીના દિકરાનું માર્ગ અકસ્માતમાં મોત

May 10, 2017 01:21 PM IST | Updated on: May 10, 2017 01:26 PM IST

આંધ્ર પ્રદેશના નગરપાલિકા પ્રશાસન અને શહેરી વિકાસ મંત્રી પી નારાયણના 23 વર્ષના દિકરા નિશિત નારાયણ અને તેના મિત્ર રાજા રવિ વર્માનું એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. દુર્ઘટના સમયે એસયુવીમાં સવાર હતા. જે હૈદરાબાદ નજીક એક મેટ્રો પિલર સાથે ટકરાઇ હતી.

આ દુર્ઘટના બુધવારે સવારે જુબલી હિલ્સ વિસ્તારમાં પેડ્ડામા મંદિર અને પિલર નંબર 9 વચ્ચે સર્જાઇ હતી.કાર અથડાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બંનેને નજીકમાં આવેલી અપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કાર કોણ ચલાવતું હતું તે હજું જાણી શકાયું નથી.

આંધ્ર પ્રદેશના શહેરી વિકાસ મંત્રીના દિકરાનું માર્ગ અકસ્માતમાં મોત

 

સુચવેલા સમાચાર