દુશ્મનના વારથી જવાનને બચાવશે આ નવું સુરક્ષા કવચ, ગુજરાતની લેબોરેટરીમાં થાય છે ટેસ્ટિંગ,જાણો ખુબીઓ

May 04, 2017 08:14 AM IST | Updated on: May 04, 2017 08:14 AM IST

સેના અને પેરા મિલિટ્‌રી ફોર્સના જવાનો પર વધતા આતંકી અને નક્સલી હુમલાઓથી નીપડવા માટે હવે 360 ડિગ્રી સુરક્ષિત બુલેટપ્રુફ જેકેટ તૈયાર કરવાનું શરુ કરાયું છે. આનું વજન પારંપરિક બુલેટપ્રુફ જેકેટથી વધુ છે. પરંતુ આ વધુ સુરક્ષિત છે.

એટલે કે સૈનિકોના આ સુરક્ષા કવચને ભેદી શકવું આશાન નહી રહે. આને બનાવનાર કંપની સ્ટાર વાયરના નિર્દેશક ડો.એસકે ગોયલે ન્યુઝ18ને આની ખુબીઓ બતાવી હતી.

દુશ્મનના વારથી જવાનને બચાવશે આ નવું સુરક્ષા કવચ, ગુજરાતની લેબોરેટરીમાં થાય છે ટેસ્ટિંગ,જાણો ખુબીઓ

360 डिग्री सुरक्षित बुलेटप्रूफ जैकेट, फोटो: ओम प्रकाश

ડોયગોયલના દાવા અનુસાર કેટલીકવાર જવાનોને સાઇડમાં ગોળી લાગે છે. બુલેટપ્રુફના નવા જેકેટમાં ફન્ટ અને સાઇટ સિવાય બંને સાઇડ અને ગળે પાસે પણ કવર આપે તેવું જેકેટ તૈયાર કરાયું છે.

આ જેકેટ 47,એસએલઆર 7.62 અને ઇસાસની માર સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આનુ વજન 8.9 કિલો છે. ગોયલના દાવા અનુસાર કેન્દ્ર સરકાર હવે આવા બુલેટપ્રુફ જેકેટ બનાવવાના ઓર્ડર આપી રહી છે.

અહી થાય છે ટેસ્ટિગ

આનું ટેસ્ટિગ ગુજરાત સ્ટેટ ફોરેસિંક લેબોરેટરી અમદાવાદ અને ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી (ટીબીઆરએલ)માં થાય છે. અહી કલાકો સુધી જેકેટને પાણીમાં ડુબાડી તેની ક્ષમતા ચકાસાય છે.

જેકેટમાં હોય છે બુલેટપ્રૂફ પ્લેટ

એકે 47ની ગોળી 730 મીટર પ્રતિ સેકંડની ગતીથી નિકળે છે. એસએલ આર 7.62ની ગોળી 840 પ્રતિ સેકંડની ગતીથી નીકળે છે. જેને આધારે લેબોરેટરીમાં આના પર ફાયર કરી ટેસ્ટ કરાય છે.

સુચવેલા સમાચાર