સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં મોદી બોલ્યા- મન નહી,મંસા બદલવાથી થશે બદલાવ

May 10, 2017 01:52 PM IST | Updated on: May 10, 2017 01:52 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રિમ કોર્ટના કાર્યક્રમમાં પહોચ્યા હતા. તેમણે ઓનલાઇન અરજી વ્યવસ્થાનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન સુપ્રીમકોર્ટમાં ડિજિટલ કોર્ટ બનવા તરફ યાત્રા પર આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું જેમાં કહ્યુ કે જજોએ પોતાની રજાઓ ઓછી કરી છે.

પીએમએ કહ્યુ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ જેએસ ખેહરથી આખરી મુલાકાતમાં અમે લોકોએ પેન્ડિંગ કેસ પર વાત કરી છે. આ સાથે અમે ચર્ચા પણ કરી કે તે કઇ રીતે ઓછા કરી શકાશે.

સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં મોદી બોલ્યા- મન નહી,મંસા બદલવાથી થશે બદલાવ

પીએમએ આ પણ કહ્યુ

- બદલાવ સાથે પોતાને જોડતા બદલાવ આવશે

- જજોએ પોતાની રજાઓ ઓછી કરી

- આ આધુનિકતા તરફ નવું કદમ

- પેપરલેસ વ્યવસ્થાથી પર્યાવરણ બચશે

- ઇ-ગવર્નેસ દરેક ક્ષેત્ર માટે જરૂરી, આ આસાન અને અસરદાર છે

- રજાઓ ઓછી કરવા બદલ જજોનો આભાર

- ન્યુ ઇન્ડિયા માટે નવો વિશ્વાસ જરૂૂરી

- મન નહી,મંશા બદલવાથી બદલાવ આવશે.બુદ્ધપૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધનો સંદેશ યાદ કરું છું કે, મન બદલે, મત બદલે, મંતવ્ય બદલે ત્યારે બદલાવની શરૂઆત થાય છે.

-ડિજિટલ કરેસીને જીવનનો ભાગ બનાવો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર