દિલ્હીમાં MCD ચૂંટણીઃ272માંથી 270 બેઠકો પર મતદાન,સીએમ અરવિંદ કેજરીવાલે કર્યું મતદાન

Apr 23, 2017 10:23 AM IST | Updated on: Apr 23, 2017 10:29 AM IST

દિલ્હીમાં MCD ચૂંટણીનું આજે મતદાન વહેલી સવારથી શરૂ થયું છે.દિલ્હીમાં ત્રણેય નપાની 272 બેઠકો પર મતદાન ચાલુ છે.272માંથી 270 બેઠકો પર મતદાન ચાલુ છે.દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે મતદાન કર્યું છે. ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ છે. 26મીએ પરિણામ જાહેર થશે.

kejrival

દિલ્હીમાં MCD ચૂંટણીઃ272માંથી 270 બેઠકો પર મતદાન,સીએમ અરવિંદ કેજરીવાલે કર્યું મતદાન

નોધનીય છે કે,2 વોર્ડમાં સપાના ઉમેદવારનું નિધન થતાં મે માસમાં ચુંટણી યોજાશે. છેલ્લા 10 વર્ષથી MCD પર બીજેપીનો કબ્જો છે. AAP પ્રથમવાર ચૂંટણી મેદાનમાં આવી છે. આજે સવારે 8 કલાકથી મતદાન શરૂ થયું છે.

વોટ આપવા ગયેલ આપના મંત્રી સતેન્દ્ર જૈનએ કહ્યુ કે જનતાએ મન બનાવ્યુ છે કે એમસીડીમાં પહેલી વાર આપની સરકાર બનશે. દસ વર્ષ સુધી બીજેપીએ કંઇ કર્યું નથી. તેનો સફાયો કરવો પડશે. તેને ઠીક રવા આપની જાડુ ચાલશે.

દિલ્હીમાં 272માંથી 270 બેઠકો પર મતદાન

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કર્યું મતદાન

કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને કર્યું મતદાન

ભાજપ નેતા મિનાક્ષી લેખીએ પણ મતદાન કર્યું

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કર્યું મતદાન

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે પણ મતદાન કર્યું

દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈને કર્યું મતદાન

દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને મતદાન કર્યું

 

MCD ચૂંટણી માટે 13141 પોલિંગ સ્ટેશન બનાવાયા 

799 પોલિંગ સ્ટેશન સંવેદનશીલ

208 પોલિંગ સ્ટેશન અતિસંવેદનશીલ

2537 ઉમેદવારો મેદાનમાં

સૌથી વધુ 1004 ઉમેદવાર ઉત્તર દિલ્હીમાં

દક્ષિણ દિલ્હીમાં 985 ઉમેદવાર

26 એપ્રિલે હાથ ધરાશે મતગણતરી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર