ઉદ્ધવે કર્યો દાવો, શિવસેના સૌથી મોટી પાર્ટી, મુંબઇમાં મેયર હશે અમારો

Feb 23, 2017 07:33 PM IST | Updated on: Feb 23, 2017 07:33 PM IST

બીએમસી ચુંટણીમાં આજે પરિઆમ જાહેર થયા છે. જેમાં કોઇ પણ પક્ષને બહુમતી મળે તેવું જોવા નથી મળતું. શિવસેના 84 સીટ પર તો બીજેપી 82 સીટો પર આગળ છે. કોંગ્રેસ 31 તો એનસીપી 9,એમએનએસ 7 અને અન્યને 13 સીટો મળેલી છે.

બીએમસી ચુંટણી પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બધા શિવસૈનિકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ હતું કે મેયર શિવસેનાનો જ હશે. અમારી પાર્ટી નંબર એક પર છે. ઉદ્ધવે કહ્યુ કે કેટલાક લોકોના નામ લિસ્ટમાં નથી. આ મામલાની તપાસ થવી જોઇએ. ગઠબંધન કોની સાથે થશે એ જોઇશું. હાલ અમારી પાર્ટી નંબર વન છે.

ઉદ્ધવે કર્યો દાવો, શિવસેના સૌથી મોટી પાર્ટી, મુંબઇમાં મેયર હશે અમારો

મનપાની ચુંટણીમાં સફળતા મળ્યા પર મુખ્યમંત્રી ફડનવીસે કહ્યુ કે મુંબઇ મહાનગર પાલિકાના મેયર કોના હશે એ કોર કમીટી નક્કી કરશે. તેમણે કહ્યુ કે હું બધાનો આભાર માનું છે કે લોકોએ પીએમ મોદી પર ભરોસો કર્યો છે. આ વિજય અભૂતપૂર્વ છે. મહાનગર પાલિકામાં ગત વીસ પચ્ચીસ વર્ષમાં આટલી બહુમતી ક્યારેય કોઇ પાર્ટીને મળી નથી. અમે જે એજન્ટા પર લોકોથી વોટ માગ્યા તે મળ્યા છે. અમે પુરી સીટો પણ લડ્યા નથી તો પણ આટલી સીટો મળી છે.

મહારાષ્ટ્રના 10 નગરનીગમની ચુંટણીમાં સાતમાં બીજેપી જીત તરફ આગળ છે, ત્રણ મહાનગર પાલિકા પર કાંટાની ટક્કર છે. થાણેમાં શિવસેના આગળ છે તો પિંપરી ચિંચવડમાં એનસીપી અને બીજેપી વચ્ચે લડાઇ ચાલુ છે. મુંબઇમાં શિવસેના અને બીજેપીમાં માત્ર 3 સીટોનું અંતર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર