કેજરીવાલને મળવા પહોચ્યા કુમાર વિશ્વાસ,એલજીને મળ્યા કપિલ મિશ્રા

May 07, 2017 10:59 AM IST | Updated on: May 07, 2017 10:59 AM IST

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કપિલ મિશ્રાને દદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મંત્રીમંડળમાંથી કાઢી મુક્યા બાદ રાજકારણ ગરમાયું છે. કપિલ મિશ્રા પોતાને સાચા સાબિત કરવા માટે આજે મોટો ખુલાસો કરવાની યોજના ઘડી રહ્યા છે. ત્યારે આપનું નેતૃત્વ આગળના રણનીતીની તૈયારી કરી રહ્યું છે.

ખબર છે કે કેજરીવાલના ઘરે કુમાર વિશ્વાસ, સંજયસિંહ, આસુતોષ વગેરે નેતાઓ પહોચી ચુક્યા છે. ત્યારે કપિલ મિશ્રા પણ બીજી તરફ રાજ્યપાલને મળવા પહોચ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઉપરાંત આજે 11.30 કલાકે પ્રેસ કોન્ફરન્સકરીને મોડો ખુલાસો કરવાની વાત કહી છે. રાજઘાટ પર આ પીસી કરવાના છે.

કેજરીવાલને મળવા પહોચ્યા કુમાર વિશ્વાસ,એલજીને મળ્યા કપિલ મિશ્રા

ત્યારે રવિવારે બીજેપીમાં જવાના પ્રશ્ન પર કપિલ મિશ્રાએ કહ્યુ કે આપનો સંસ્થાપક સદસ્ય છું. પાર્ટી છોડવાનો સવાલ જ નથી. મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્હીમાં પાણીના પ્રશ્નને લઇ કપિલને મંત્રીમંડળથી બહાર કરાયા છે.

બીજી બાજુ કપિલ મિશ્રાની માતાએ કેજરીવાલને આડેહાથ લેતા કહ્યુ કે તેમના મનમાં ન જાણે શું છે પણ મારો દિકરો ભ્રષ્ટ્રાચારીઓની બાજુમાં પણ ક્યારેય નહી રહે. તે મારો દિકરો છે. ડરવા વાળો નથી. હું ઇચ્છુ છુ કે મારો દિકરો બીજેપીમાં જોડાઇ જાય.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર