કપીલ મિશ્રાએ કેજરીવાલના સાઢુ પર લગાવ્યો ભ્રષ્ટ્રાચારનો આરોપ

May 08, 2017 05:24 PM IST | Updated on: May 08, 2017 06:46 PM IST

કપીલ મિશ્રાએ આજે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપની જડી વરસાવી છે. દિલ્હીના પુર્વ જળમંત્રી અને એક સમયના કેજરીવાલના નજીકના કહેવાતા કપીલ મિશ્રાએ આજે આરોપ લગાવ્યા હતા કે, સત્યેન્દ્ર જૈનએ કેજરીવાલના સાઢુ માટે રૂ.50 કરોડની જમીનની ડીલ કરી છે. છત્તરપુરની 7 એકર જમીનની ડીલ કરી છે.

મારી સામે કેજરીવાલે રૂપિયા લીધા છે જેના કાલે સવારે હુ સીબીઆઇને પુરાવા આપીશ.દેશભરમાંથી મને ફોન આવી રહ્યા છે.કોઇ મને પાર્ટીમાંથી નહી નીકાળી શકે.હું ક્યારેય ભાજપમાં નહી જાઉ,મને પાર્ટીમાંથી કાઢીને બતાવો.

કેજરીવાલ પર 50 કરોડની ડીલમાં રૂ.2 કરોડ લાંચ લીધાનો આરોપ છે. મિશ્રાએ વધુમાં આરોપ કર્યો હતો કેકેજરીવાલે તેમના સાઢુ સાથે જમીનની ડીલ કરી છે. મને કેજરીવાલના નજીકના લોકો ધમકી આપે છે.સીબીઆઇ સમક્ષ ફરિયાદ નોધાવીશ.હું આમ આદમી પાર્ટી ક્યારેય નહી છોડુ,સીબીઆઇને તમામ માહીતી આપીશ.કેજરીવાલ પર કેસ દાખલ કરીશ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર