"મોર નથી કરતા સેક્સ" ટ્વિટર પર રાજસ્થાનના જજની ટિપ્પણી ટ્રેન્ડિંગ

Jun 01, 2017 02:40 PM IST | Updated on: Jun 01, 2017 02:40 PM IST

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ભલામણકરનાર રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ મહેશચંદ્ર શર્મા હવે રીટાયર્ડ થઇ ગયા છે. ચોકાવનરી ટિપ્પણી કરી તેઓ ચર્ચામાં આવ્યા છે.જસ્ટિસ શર્માએ મોરને બ્રહ્મચારી બતાવી કહ્યુ કે મોરની મોરના આસુથી ગર્ભધારણ કરે છે. તેમના આ નિવેદન પછી લગાતાર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઇ રહ્યો છે.

જજ મહેશચંદ્ર શર્માએ પોતાની ફરજના અંતિમ દિવસે એટલે કે બુધવારે ચોંકાવનારી ટિપ્પણી કરતા કહ્યું, ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવો જોઈએ. ભલામણનો તર્ક આપતા તેઓએ ગાયની તુલના મોર સાથે કરી અને બંનેની પ્રજાતિઓને પવિત્ર ગણાવી હતી બાદમાં મોરની પવિત્રતાનો વિસ્તારથી વર્ણન કરતા જજ શર્માએ કહ્યું કે,મોર આજીવન બ્રહ્મચારી રહે છે. તે ક્યારેય ઢેલ સાથે સેક્સ નથી કરતો. મોરના આંસુ પીવાથી ઢેલ ગર્ભવતી થાય છે.

સુચવેલા સમાચાર