કુલભૂષણ જાધવની ફાંસીની સજા ઇન્ટરનેશનલ કોર્ટે અટકાવી,ભારતને મોટી સફળતા

May 10, 2017 10:15 AM IST | Updated on: May 10, 2017 12:32 PM IST

ભારતના નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર ઇન્ટરનેશનલ કોર્ટે રોક લગાવી છે. પાકિસ્તાની સૈન્ય અદાલતએ જાધવને જાસૂસીનો આરોપ લગાવી ફાંસીની સજા સંભળાવી હતી. પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં એક વર્ષથી વધુ સમયથી તે કેદમાં છે. કુલભૂષણ જાધવને 10 એપ્રિલે પાકિસ્તાની અદાલતે ફાંસીની સજા સંભળાવી છે.પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવને ત્યાં સુધી ફાંસી નહીં આપી શકાય જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કોર્ટ તેના પર પોતાનો કોઈ નિર્ણય ન કરે.

ઇન્ટરનેશનલ કોર્ટની 1945માં કરાઇ છે સ્થાપના

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ નેધરલેન્ડના હેગ ખાતે આવેલી છે. વર્ષ 1945માં આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કોર્ટે પાક.ને આદેશ કર્યો કે જાધવની ફાંસી તત્કાલ અસર હેઠળ રોકવામાં આવે. ઇન્ટરનેશનલ કોર્ટે ભારતને એવી રાહત આપી કે એવા કોઇ પગલા ન લેવા જેથી ભૂષણના અધિકારોનું હનન થાય.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર