પાકિસ્તાની ચોકીઓ તોડી ભારતે આપ્યો જડબાતોડ જવાબ

May 23, 2017 05:28 PM IST | Updated on: May 23, 2017 05:35 PM IST

ભારતીય સેનાએ જમ્મુ-કશ્મીરમાં લગાતાર સીઝફાયર ઉલ્લંઘનો જડબાતોડ જવાબ આપ્યો છે. મંગળવારે ભારતીય સેનાએ નિયંત્રમ રેખા પર નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓ તોડીને જવાબ આપ્યો છે. તેમજ આ વીડિયો પણ જાહેર કર્યો છે.

ભારતીય સેનાના પ્રવક્તા મેજર જનરલ અશોક નારુલાએ કહ્યુ અમે કશ્મીરમાં શાંતિ ઇચ્છીએ છીએ. પરંતુ પાકિસ્તાન લગાતાર સીઝફાયર ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાની સેના આતંકીઓને મદદ કરે છે અને ફાયરિગ કરી કશ્મીરમાં ઘુસણખોરી કરાવે છે.

પાકિસ્તાની ચોકીઓ તોડી ભારતે આપ્યો જડબાતોડ જવાબ

 મેજર જનરલ અશોક નરુલાએ કહ્યું કે, કાઉન્ટર ટેરરિઝમની સ્ટ્રેટેજી મુજબ ભારત પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. જે ચોકીઓને તોડી પાડવામાં આવી ત્યાંથી ઘૂસણખોરી થતી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર