10-15 વર્ષ પહેલા વેચી દેવો જોઇતો હતો એયર ઇન્ડિયાનો હિસ્સોઃજેટલી

Jun 06, 2017 09:25 AM IST | Updated on: Jun 06, 2017 09:27 AM IST

1જુલાઇથી જીએસટી લાગુ કરવા માટે સરકાર લગભગ સંપુર્ણ તૈયારી કરી ચુકી છે. જીએસટી કાઉસિંલની અત્યાર સુધી 15 બેઠકો મળી ચુકી છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ નેટવર્ક 18 સાથે ખાસ વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે,11 જૂનની બેઠકમાં બાકી મુદ્દાઓ પર નિર્ણય લેવાશે. આ સિવાય નાણામંત્રીએ ખાસ વાતચીતમાં એનપીએ, ગ્રોથ અને વ્યાજ દરો પર પણ ખુલીને વાત કરી છે.

10-15 વર્ષ પહેલા વેચી દેવો જોઇતો હતો એયર ઇન્ડિયાનો હિસ્સોઃજેટલી

એયર ઇન્ડિયાના ખાનગીકરણ પર વાત કરતા એફએમએ કહ્યુ કેભારતમાં હવે એવિએશન કારોબાર સફળ થઇ રહ્યો છે. સરકારને 10-15 વર્ષ પહેલા એયર ઇન્ડિયાનો હિસ્સો વેચી દેવો જોઇતો હતો. એયર ઇન્ડિયાનું ખાનગીકરણ થવાને કારણે એવિએશનમાં કોમ્પિટિશન વધશે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે વિમાનન મંત્રાલયની રજૂઆત પછી જ સરકાર એયર ઇન્ડિયાના ખાનગીકરણ પર કોઇ નિર્ણય લેશે.

જીએસટી લાગુ કરવાની તૈયાર પર વાત કરતા નાણામંત્રીએ કહ્યુ કે જીએસટી સિસ્ટમ જટીલ નથી, વાસ્તવિક છે. જીએસટીનો એક જ દર નુકશાનદેહ હોત. માર્બલ,ગ્રેનાઇટ પર દર ઘટાડાયો છે. ફુટવિયર પર ટેક્સ ઘટાડાયો છે. એટરનેટમેટ ટેક્સનો વેનેડ એવરેજ 29.1 ટકા છે. જ્યારે જીએસટી 28 ટકા છે.

ટેલીકોમ સેક્ટરની માંગો પર કરાશે વિચાર

ટેલીકોમ સેક્ટર પર દબાવના સવાલ પર નાણામંત્રીએ કહ્યુ કે સ્ટીલ સેક્ટરની જેમ ટેલીકોમમાં ડિફોલ્ટની આશંકા નથી. કંપનીયો વચ્ચે સારી કોમ્પીટીશનને બઢાવો મળવો જોઇએ. ટેલીકોમ કંપનીઓને નુકશાન ન થવું જોઇએ. ટેલીકોમ મંત્રાલય અને રેગુલેર જરૂરી કદમ ઉઠાવશે અને ટેલીકોમ સેક્ટરની માંગો પર વિચાર કરાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર