ચુંટણીમાં ફાયદો લેવા ત્રીપલ તલાકના મુદ્દે રાજકારણ થઇ રહ્યું છેઃકોંગ્રેસ

Apr 30, 2017 09:22 AM IST | Updated on: Apr 30, 2017 09:22 AM IST

વિપક્ષએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણીમાં ફાયદો લેવા માટે ત્રીપલ તલાકના મુદ્દે રાજનીતી કરી રહ્યા છે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદએ બીજેપી પર ત્રીપલ તલાકને લઇ ઘણા આરોપો લગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુસ્લિમ સમુદાયને એ આગ્રહ કર્યો હતો કે ત્રીપલ તલાક મુદ્દે રાજકારણ ન થવું જોઇએ. અને આ મુદ્દે મુસ્લીમો મહિલાઓનો સાથ આપે.

ચુંટણીમાં ફાયદો લેવા ત્રીપલ તલાકના મુદ્દે રાજકારણ થઇ રહ્યું છેઃકોંગ્રેસ

શું કહ્યુ આઝાદે

પ્રતિક્રિયા આપતા કોગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નવી આઝાદએ કહ્યુ કે કોઇ અન્ય રાજનીતીક દળ નહી, માત્ર બીજેપી અને તેની વિચારધારા ધરાવતુ આરએસએસ જ આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યું છે.

વોટ માટે આ મુદ્દો ઉઠાવાયો

તેમણે કહ્યુ સમાજ પહેલાથી ત્રણ તલાક મુદ્દે ચર્ચા કરી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટ પણ જોઇ રહી છે તો બીજેપી કેમ અનઆવશ્યક રૂપથી મુસ્લિમ મહિલાઓ અને તેમા પતી વચ્ચે આવી રહી છે. બીજેપીએ નવી વોટબેંક બનાવવાનો પ્રયાસ ન કરવો જોઇએ.

લોકસભાના કોંગ્રેસ નેતા મલિલ્કાઅરજૂન ખડગેએ કહ્યુ કે મોદી કર્ણાટક વિધાનસભામાં આવનારા વર્ષે થનારી ચુંટણીને ધ્યાને લઇ આવા મુદ્દા પર બોલી રહ્યા છે.

સુચવેલા સમાચાર